મોડાસા નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવતા 18 વેપારીઓ પાસેથી 6200 દંડ વસૂલાયો…

December 24, 2025

ગરવી તાકાત મોડાસા : મોડાસા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી નાના મોટા વેપારીઓ જાહેરમાં ગંદકી ફેલાવી રહ્યા હોવાની શહેરના જાગૃત નાગરિકોની ફરિયાદ ઉઠી નગરપાલિકા દ્વારા સોમવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગંદકી ફેલાવતા 18 વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી સ્થળ ઉપર રૂ.6200 દંડની રકમ વસૂલાઇ મોડાસા પાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ, પ્રમુખ નીરજભાઈ શેઠ, ઇન્સ્પેક્ટર સુનિલસિંહ રાજપુરોહિત દ્વારા પાલિકા કર્મીઓની ટીમ બનાવીને.

Modasa 3 candidates who were not selected in the recruitment in the  municipality demanded suicide | Gujarat News | Sandesh

શહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ પર નજર રાખવામાં આવી રહી જેના ભાગરૂપે સોમવારે સ્ટાફ કર્મચારીઓ સાથે પાલિકાના મુખ્ય અધિકારી અને ઇન્સ્પેક્ટર સહિત મોડાસા શહેરમાં બજાર વિસ્તારમાં તપાસમાં નીકળ્યા તે દરમિયાન મોડાસા કોલેજ રોડ, એસટી સ્ટેન્ડ રોડ માલપુર રોડ ઉપર તપાસ હાથ ધરાતાં જાહેરમાં ગંદકી ફેલાવતા 18 વેપારીઓ ઝડપાયા.

મોડાસા નગર સેવા સદન જુની કલેકટર કચેરી ખાતે ખસેડાશે | Modasa town service  will be shifted to Sadan Old Collector Office - Gujarat Samachar

નગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં સ્વચ્છતા ન જાળવતા નાના મોટા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાતાં જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓને રૂ.6200 કરતાં વધુ રકમનો દંડ ફટકારીને સ્થળ ઉપર જ દંડ વસૂલાયો પાલિકાના કર્મચારી દ્વારા આગામી સમયમાં ટીમો બનાવી જાહેરમાં ગંદકી કરતાં લોકોને દંડ ફટકારાશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0