ગરવી તાકાત બનાસકાંઠા : વાવ-થરાદ જિલ્લામાં SOG પોલીસે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી દિયોદરમાં એક મેડિકલ અને પ્રોવિઝન સ્ટોરમાંથી ₹14 લાખથી વધુની કિંમતની પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો આ મામલે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી SOG ટીમને મળેલી બાતમીના આધારે દિયોદરમાં આવેલા ‘ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર’ પર દરોડો પાડવામાં આવ્યો આ દરોડા દરમિયાન કુલ 3459 નંગ પ્રતિબંધિત ગોળીઓ મળી આવી,

પોલીસે દિયોદરના નીરવકુમાર વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી નીરવકુમાર ઠક્કર બિલ વગર દવાઓનો જથ્થો રાખતો અને પ્રિસ્ક્રિપ્શન વગર તેનું વેચાણ કરતો જે ગેરકાયદેસર હોવાનું તે જાણતો બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને વાવ-થરાદ પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની ‘ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ’ નીતિ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી.
![]()
17 ડિસેમ્બર, 2025ના રોજ સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં મેડિકલ અને પ્રોવિઝન સ્ટોર્સ પર NDPS એક્ટ હેઠળ આવતી માદક દવાઓના ગેરકાયદેસર વેચાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી આ માટે કુલ 30 ટીમો બનાવી 80થી વધુ મેડિકલ સ્ટોર્સનું ચેકિંગ કરવામાં આવ્યું જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવી તપાસ દરમિયાન, ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા ફાર્માસિસ્ટ વગર ચાલતા ચાર મેડિકલ સ્ટોર્સના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો.


