પાટણ LCBએ હાંસાપુર ગામમાં દરોડો પાડી રૂ. 4.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

December 17, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ LCB પોલીસે હાંસાપુર ગામમાં દરોડો પાડી રૂ. 4.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ. 11.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આ કેસમાં દારૂ મોકલનાર અને ડિલિવરી આપનાર સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો પાટણ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે અપાયેલી સૂચનાઓના ભાગરૂપે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગ કરી રહ્યો.

તે દરમિયાન, હાંસાપુર ગામની ડેરી પાછળના વાડા વિસ્તારમાં કાળા કલરની વોક્સવેગન ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો આવવાની બાતમી મળી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હાંસાપુર ગામના પટેલ સૌરભ ઉર્ફે બોડો જયંતિલાલને ઝડપી પાડ્યો ગાડીની તપાસ કરતા તેમાંથી રૂ. 4,16,610 ની કિંમતની વિદેશી દારૂની 378 બોટલો મળી આવી પોલીસે રૂ. 7,00,000 ની વોક્સવેગન ટીયાગોન ગાડી અને રૂ.500 નો મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 11,17,110 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

Patan LCB seizes foreign liquor worth Rs 4.16 lakh from Hansapur | પાટણ LCB  એ હાંસાપુરમાંથી 4.16 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો: એક શખ્સ પકડાયો, 11.17 લાખનો  મુદ્દામાલ જપ્ત, ત્રણ ...

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના જોધપુરના ઉદલીયાવાસ ખાતે રહેતા દિનેશ દેવાંશીએ લક્ઝરી બસ મારફતે મોકલ્યો ઊંઝા પુલ નીચે ટ્રાવેલ્સની બસમાંથી દિનેશ દેવાંશીના અજાણ્યા માણસે આ દારૂ સૌરભ પટેલની ગાડીમાં ભરી આપ્યો પોલીસે પકડાયેલા આરોપી સહિત દારૂ મોકલનાર અને ડિલિવરી આપનાર કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ પાટણ સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0