-> વિજાપુર તાલુકાની વિવિધ શાળાઓમાંથી કબડ્ડીની ટીમોએ ભાગ લીધો :
ગરવી તાકાત મહેસાણા : યુવા શક્તિના ઉત્સવ એવા સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત વિજાપુર વિધાનસભાકક્ષાએ શેઠ જી.સી. હાઇસ્કુલ, પીલવાઈ ખાતે આજરોજ કબડ્ડી (ભાઈઓ) સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં તાલુકાની વિવિધ શાળાઓમાંથી કબડ્ડીની ટીમોએ ભાગ લીધો હતો.વિજાપુર વિધાનસભાની કબડ્ડી સ્પર્ધામાં વિજાપુર તાલુકા સદસ્યશ્રી મનુજી ચાવડા,

પિલવાઈ ગામના સરપંચશ્રી મહેન્દ્રસિંહ વિહોલ, વિજાપુર મામલતદાર શ્રી અતુલસિંહ ભાટી, શાળાના આચાર્ય શ્રીમતી કૃણાલબેન ઠાકર, શાળાના સુપરવાઇઝર શ્રી કલ્પેશભાઈ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી કિલ્લોલબેન સાપરિયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સ્પર્ધામાં ભાગ લઈ રહેલ સૌ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રમત ક્ષેત્રે ઉજ્વળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.



