વાવના યુવાનને “સરહદી સાદ”નું બિરુદ મળ્યું અને અતુલ્ય વારસાનો એવોર્ડ 2025થી સન્માનિત કરાયા…

December 9, 2025

-> સરહદી વાવ તાલુકાનાં અસારાગામના વતની શ્રવણસિંહ સોઢાને અતુલ્ય વારસાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એવોર્ડ

-> લોક સાહિત્ય અને લોકગીતો થકી શ્રવણસિંહ સોઢાએ નામના મેળવી છે

ગરવી તાકાત વાવ : વાવ તાલુકાનાં અસારા ગામના યુવાન શ્રવણસિંહ સોઢાને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને લોકસાહિત્ય અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા બદલ અતુલ્ય વારસાનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે.એવોર્ડ થકી સરહદી વિસ્તારના લોકોમાં અને સાહિત્ય પ્રેમીઓમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે ગાંધીનગર શહેરના સેક્ટર 12 ખાતે ‘અતુલ્ય વારસો સંસ્થા’ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કાર્ય સાથે સંકળાયેલા 115 ઉપાસકોનું.

‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આ એવોર્ડની સાથે સાથે શ્રવણસિંહ સોઢાને સરહદી સાદનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું આ સન્માન તેમના લોકસાહિત્ય અને પરંપરાગત સંસ્કૃતિના સંવર્ધન માટેના યોગદાનને બિરદાવે છે. શ્રવણ સોઢાએ નાની ઉંમરમાં જ લોકગીતો , લોકકલા અને પરંપરાગત વારસાને અત્યારની આધુનિક પેઢી સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે ગુજરાતની ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિને ઉજાગર કરવાના તેમના પ્રયત્નોને આ પુરસ્કાર દ્વારા વિશેષ ઓળખ મળે છે.

વાવ તાલુકાના અસારા ગામના વતની અને ખેડૂત પરિવારમાં જન્મેલા શ્રવણ વર્ધાજી સોઢાએ પોતાની મહેનતને પ્રતિભાના બળ પર આ સિદ્ધિ હાંસલ કરી છે તેમની લોક સાહિત્યની અને લોક ગીતોની આગવી રજૂઆતોનો અનોખો અંદાજ તેમને રાજપૂત સમાજ સહિત સમગ્ર બનાસકાંઠા સહિત રાજ્યમાં આગવી ઓળખ મળી છે.ગ્રામ્ય સંસ્કૃતિ થકી જ લોક સાહિત્ય થકી સરહદી વિસ્તારની અનેક રચનાઓ અને લોકોના પ્રેમ થકી પ્રેરણા મળી રહી છે ત્યારે આ એવોર્ડ થકી એમના લોક સાહિત્ય અને સંસ્કૃતિને અદ્દભુત અને વિશેષ મહત્વ મળ્યું છે જે ગુજરાતના લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0