ગરવી તાકાત બનાસકાંઠા : ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડના નિર્દેશ હેઠળ પાટણની ટીમે બનાસકાંઠાના જુનાડીસા નજીક બનાસ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર દરોડો પાડ્યો આ કાર્યવાહીમાં બે ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા ખાણ-ખનીજ વિભાગની પાટણની ટીમે આજે વહેલી સવારે 7:30 વાગ્યાના અરસામાં જુનાડીસા ગામની સીમમાં બનાસ નદીના પટ વિસ્તારમાં.

અચાનક દરોડો પાડ્યો દરોડા દરમિયાન, ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓમાં દોડધામ મચી ગઈ ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર રેતી વહન કરતા બે ડમ્પર ટ્રક અને રેતી ખોદવા માટે વપરાતું એક હિટાચી મશીન કબ્જે લીધું અનઅધિકૃત રીતે ખોદકામ કરવામાં આવેલા સ્થળની તાત્કાલિક માપણી (સર્વે) કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી.

માપણીના આધારે કાયદેસરની દંડનીય કાર્યવાહી અને અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ કાર્યવાહીની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે બનાસ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનથી પર્યાવરણ અને નદીના સ્તરને મોટું નુકસાન થઈ રહ્યું ફ્લાઈંગ સ્કોડની આ કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો.


