ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક સિનિયર સિટીઝન સાથે ડિજિટલ એરેસ્ટના નામે ₹11.71 લાખની ઓનલાઈન છેતરપિંડી થઈ આ મામલે હિંમતનગર સાયબર પોલીસે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાંથી બે આરોપીઓની ધરપકડ કરી સાયબર પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, હિંમતનગરના મહેતાપુરામાં રહેતા 65 વર્ષીય સિનિયર સિટીઝનને 24 દિવસ પહેલા એક વીડિયો કોલ આવ્યો આરોપીઓએ તેમને ધમકી આપી કે તેમના ઘરની આસપાસ 24 લોકો નજર રાખી રહ્યા ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું કે તેમનો મોબાઈલ નંબર અને પાન કાર્ડ મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા આ રીતે 72 કલાક સુધી વીડિયો કોલ દ્વારા તેમને ‘ડિજિટલ એરેસ્ટ’ કરવામાં આવ્યા 9 નવેમ્બર, 2025ના રોજ હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ,

ફરિયાદી પાસેથી 14 ઓક્ટોબર, 2025ના રોજ યુકો બેંકના ખાતા નંબર 21620110091562માં RTGS દ્વારા ₹9,70,000 અને 15 ઓક્ટોબર, 2025ના રોજ SBI બેંકના ખાતા નંબર 44512268937માં ₹2,01,000 એમ કુલ ₹11,71,000 બળજબરીપૂર્વક ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ, હિંમતનગર સાયબર પોલીસ સ્ટેશનના PI એ.જી. રાઠોડ, સેકન્ડ PI બી.પી. ડોડિયા, PSI બી.એલ. રાયજાદા, આર.વી. પ્રજાપતિ અને સ્ટાફના એચ.જે. પ્રજાપતિ, અમિત સાઈ, દીપકકુમાર રાવત સહિતની ટીમે પાંચ દિવસ સુધી સઘન તપાસ હાથ ધરી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે, ટીમે ઉત્તરપ્રદેશના લખનઉથી આફતાબ જુનેદ આલમ અને રાજસ્થાનના જયપુરમાંથી મોહમ્મદ સમીમ કુરેશીને ઝડપી પાડ્યા.

સાયબર પોલીસ સ્ટેશનના PI એ.જી. રાઠોડે જણાવ્યું કે, ઝડપાયેલા બંને આરોપીઓ ઉત્તરપ્રદેશના ભવાનીપુર, બારાબંકીના રહેવાસી તેઓ ડિજિટલ એરેસ્ટ દ્વારા રોકડ ટ્રાન્સફર કરાવ્યા બાદ તેને ઉપાડવા માટે રાજસ્થાન આવતા તેમની પાસેથી બે મોબાઈલ, વિવિધ કંપનીના 12 સિમકાર્ડ, બે પાસબુક અને અન્ય વ્યક્તિઓના નામના ચાર અલગ-અલગ બેંકના ATM કાર્ડ મળી આવ્યા બંનેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પકડાયેલા આરોપીઓના નામ: મોહમ્મદ સમીમ કુરેશી (રહે. રામપુર ભવાનીપુર, બારાબંકી-225206, ઉત્તરપ્રદેશ) આફતાબ જુનેદ આલમ (રહે. રામપુર ભવાનીપુર, બારાબંકી-225206, ઉત્તરપ્રદેશ)


