ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના વિજાપુર સેકશન હેઠળ આવેલ ગુંદરાસણ–પીરોજપુરા–સરદારપુર મુખ્ય જિલ્લા માર્ગ પર રીસરફેસીંગનું કામગીરી શરૂ કરવામાં આવી હતી. કુલ ૭.૫૦ કિ.મી. લંબાઈ ધરાવતો આ મહત્વનો માર્ગ ગુંદરાસણ ગામને પીરોજપુરા માર્ગે સરદારપુર ગામ સાથે જોડે છે. રોડના રીસરફેસીંગ કાર્યથી સ્થાનિક નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.

માર્ગ સુધરાતા વાહન વ્યવહાર વધુ સરળ અને ઝડપી બનશે, જેના કારણે દૈનિક આવાગમન સુવિધાજનક બનશે. સુધારાયેલ માર્ગથી ખેતીઉપજને એક સ્થળથી બીજા સ્થળે પહોંચાડવામાં સરળતા રહેશે તેમજ કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા અને બજાર સાથેનો સંપર્ક વધુ મજબૂત બનશે. સાથે જ શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને સરળ અને સલામત મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે. તેમ રાજ્ય કાર્યપાલક ઇજનેરશ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે

