સતલાસણા પટેલ વાડી ખાતે સરદાર પટેલ સેવાદળ સતલાસણા દ્વારા પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

November 26, 2025

ગરવી તાકાત મહેસાણા : આજરોજ સતલાસણા પટેલ વાડી ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ સતલાસણા દ્વારા પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં SPG (સરદાર પટેલ ગ્રુપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા તેમની સાથે મહેસાણા જિલ્લા અને ગુજરાતભરમાંથી SPG ટીમના સભ્યો, ગઢવાડા પાટીદાર પ્રમુખ જયંતિભાઈ પટેલ, મંત્રી સોમભાઈ પટેલ, સતલાસણા સરપંચ રમેશભાઈ પટેલ અને અન્ય આમંત્રિત મહેમાનો હાજર રહ્યા.

Patidar Sneh Milan Satlasana Laljibhai Patel SPG | સતલાસણામાં પાટીદાર  સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો: SPG અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા, મુકેશભાઈના  પરિવારને ₹3 ...

આ સંમેલનમાં ગઢવાડા પાટીદાર સમાજના હજારો ભાઈઓ, બહેનો, વડીલો અને માતાઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત સ્વર્ગસ્થ પાટીદાર મુકેશભાઈ પટેલની યાદમાં બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી આમંત્રિત મહેમાન લાલજીભાઈ પટેલનું પુષ્પગુચ્છ, સરદાર વલ્લભભાઈ પટેલની ફોટોકોપી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં SPG સતલાસણાની ટીમની વરણી પણ કરવામાં આવી.

Patidar Sneh Milan Satlasana Laljibhai Patel SPG | સતલાસણામાં પાટીદાર  સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો: SPG અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા, મુકેશભાઈના  પરિવારને ₹3 ...

ત્રણ દિવસ પહેલા સ્વર્ગસ્થ થયેલા સતલાસણાના પાટીદાર મુકેશભાઈ પટેલના પરિવારને SPG ગ્રુપ દ્વારા ₹3 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે પાટીદાર સમાજની દીકરીઓ પાટીદાર સમાજમાં જ લગ્ન કરે તે વિષય પર ધારદાર વક્તવ્ય આપ્યું તેમણે દીકરીઓના લગ્નની કાયદાકીય ઉંમર જે હાલ 18 વર્ષ તેને સમગ્ર દેશમાં બદલીને 21 વર્ષ કરવાની માંગ પર ભાર મૂક્યો કાર્યક્રમના અંતે હાજર સૌએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન તરુણભાઈ પટેલ અને ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0