ગરવી તાકાત મહેસાણા : વિજાપુર તાલુકાના ચાંગોદ ગામે પાણી છોડવા બાબતે થયેલી તકરાર મામલે હવે સરપંચ, ઉપસરપંચ અને અન્ય ત્રણ વ્યક્તિઓ સામે વળતી ફરિયાદ નોંધાઈ ગામના પરમાર ભરતકુમાર પ્રવીણભાઈએ ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન સંજયભાઈ બારોટ, ઉપસરપંચ સંજયભાઈ બારોટ,બોર ઓપરેટર વજાજી કાનાજી ઠાકોર,સરપંચના દીકરા હર્ષ સંજયભાઈ સહિત પાંચ સામે લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ચાંગોદ ગામે રહેતા પરમાર ભરતકુમાર પ્રવીણભાઈના કાકાના દીકરા નવીન પરમારના 4 ઓક્ટોબરના રોજ લગ્ન હોય તેમના ગામના ઉપસરપંચ બારોટ સંજયભાઈ ચિનુભાઈને તેમણે ફોન કરી.

તેમના માહોલનામાં પાણી આપવા માટે જાણ કરી તેમ છતાં પ્રસંગે તેમને પાણી આપેલ નહીં ત્યારબાદ તેઓએ ઉપસરપંચને કહેવા જતા તેમની સાથે ગાળાગાળી અને ઝઘડો કર્યો ત્યારબાદ 21 નવેમ્બરના રોજ તેમના દાદાનું બેસણું હોય લોકાચાર આવતા સગા સંબંધીઓનો જમણવાર હોય અને ગામમાં પાણી સાંજે 4:00 વાગે પાણી આવતું હોય તે દિવસે પાણી ન આવતા અને તેમને પાણીની જરૂરિયાત હોવાથી ઉપસરપંચ સંજયભાઈ બારોટને તેમણે ફોન કરીને પાણી છોડવા માટે કહેતા સામે ઉપસરપંચે આજે પાણી છોડવામાં નહીં આવે એવું કહ્યું દરમિયાન તેમના ગામના બોર ઓપરેટરના છોકરો ચીકો બોરની ઓરડી ઉપર.

હોવાથી તેમણે પાણી છોડવા આવેલ છો કહેતા તેણે સરપંચે પાણી છોડવાની ના પાડી મને તાળુ મારવાનું કહેલ જેથી તેમણે સરપંચ અને ઉપસરપંચને બોલાવનું કહ્યું ત્યારબાદ બોરની ઓરડી આગળ આવેલા સરપંચ ધર્મિષ્ઠાબેન સંજયભાઈ બારોટ,ઉપસરપંચ સંજયભાઈ બારોટ,બોર ઓપરેટર વજાજી કાનાજી ઠાકોર, સરપંચનો છોકરો હર્ષ સંજયભાઈ ,બોરની બોરડી આગળ આવ્યા ત્યારે તેમણે મારે પાણીની જરૂર તો પણ રેગ્યુલર પાણી આજે છોડેલ નથી અને વધારે પાણી આપવાનું કહેતા આજે પાણી નહીં આવે તેમ કહો તેવું કહેતા સરપંચ અને ઉપસરપંચે તેમની સાથે ગાળા ગાળી કરી હતી સંજયભાઈએ છાતીના ભાગે ફેંટ મારી.

