કડી પોલીસ પરિવારનો વિરોધ:- જીગ્નેશ મેવાણીની ટિપ્પણી સામે હાય હાયના નારા લગાવ્યા…

November 24, 2025

-> પોલીસ કર્મચારીઓ ની મહિલાઓ દ્ધારા સૂત્રોચાર કરી મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું :

ગરવી તાકાત મહેસાણા : ગુજરાત રાજ્ય માં ઠેર ઠેર પોલીસ કર્મચારીઓ દ્વારા જીગ્નેશ મેવાણી ના ટિપ્પણી થી પોલીસ કર્મચારીઓ રોષે ભરાયાં છે અને તે પોલીસ ની માફી માગે ની માગણી ને લઈને ઠેર ઠેર આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લામાં પણ અનેક પોલીસ સ્ટેશન ખાતે વિરોધ નોંધાવી સુત્રોચાર કરવામાં આવ્યા હતા જેમાં કડી પોલીસ પરિવાર ની મહિલાઓ દ્ધારા સૂત્રો ચાર કરી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા 21 નવેમ્બરથી ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જેમાં આ યાત્રા વાવ થરાદ જિલ્લામાંથી પસાર થઈ રહી હતી એ સમયે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ એસ.પી કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડ્રગ્સ અને દારૂના વેચાણ અંગે રજૂઆત કરતા સમયે આક્રોશ સાથે કહ્યું હતું કે હું બીજીવાર આવું ત્યારે અહીં બધું ચોખ્ખું નહીં હોય તો પોલીસ અધિકારી સસ્પેન્ડ હશે.

મારા માણસો સામે આંખની ભ્રમણ ઊંચી કરીને પણ પોલીસ કરમી જોશે તો હું છું અને તમે છો જીગ્નેશ મેવાણી દ્વારા આ પ્રકારના નિવેદન કરવામાં આવ્યા હતા ત્યાર બાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ તેની ટીકા કરી હતી. હવે પોલીસ પરિવાર દ્વારા જીગ્નેશ મેવાણી સામે વિરોધ વ્યક્ત કર્યો છે અને જીગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. કડી પોલીસ પરિવાર નહીં મહિલાઓ દ્વારા આજે જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને જીગ્નેશ મેવાણી રાજીનામું આપે તેવી માગણીઓ કરવામાં આવી હતી, પોલીસ નું મોરલ ઊંચું રહે, ગુજરાત પોલીસ જિંદાબાદ, પોલીસ ની નોકરી સંવિધાનથી મળી છે કોઈની ખેરાત નથી. જીગ્નેશ મેવાણી હાય હાય ના બેનરો સાથે પોલીસ સ્ટેશન ખાતે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. તથા કડી મામલતદાર કચેરી ખાતે માધવીબેન પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

-> પોલીસ કર્મીઓનું મનોબળ તોડવાનો પ્રયાસ :- પોલીસ પરિવાર દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે થોડા દિવસો પહેલા વડગામ વિસ્તારના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા જનતાની રજૂઆત કરતી વખતે જાહેરમાં પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓ સાથે અણછાજતું વર્તન કરવામાં આવી રહ્યું છે. એક જન પ્રતિનિધિને ન શોભે તેવી ભાષાનો ઉપયોગ તેમણે પોલીસ માટે કર્યો હતો અગાઉ પણ તેઓ અવારનવાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે ખરાબ ભાષાનો પ્રયોગ કરીને પોલીસના પટ્ટા તથા ટોપી ઉતારી નોકરીમાંથી હકાલ પટ્ટી કરાવી દેશે તેવી ધમકીઓ જાહેરમાં આપી તેમનું અપમાન કરી મનોબળ તોડવાનું કુત્ય કર્યું છે. એક ધારાસભ્ય તરીકે તેમનું કામ પ્રજાની સેવા તથા તેમના મતવિસ્તારના લોકોના કામ કરવા તેમજ તેમના પ્રશ્નો હલ કરવાનું હોય છે પરંતુ વડગામ વિસ્તારના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જે પોતાની વાહવાહીકરાવવા માટે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓનું શોપ ટાર્ગેટ કરીને અવારનવાર તેમનું અપમાન કરવામાં આવે છે તેઓ પોતે આ પ્રકારની પોલીસ પ્રત્યેની પોતાની માનસિકતા સુધારે તે અત્યંત જરૂરી છે.

-> જાહેરમાં પોલીસની માફી માગી અને રાજીનામું આપે જેવી માંગણીઓ કરવામાં આવી :- આવેદનપત્રમાં જણાવ્યુ છે કે ગુજરાત પોલીસ દિવસ રાત પ્રજાના જાન માલની રક્ષા માટે ખડે પગે ફરજ બજાવે છે. પોતાના અંગત પ્રસંગોને તહેવારો ત્યજી દે છે અને અનેક વિપરીત પરિસ્થિતિમાં પણ પોલીસ ખડે પગે જોવા મળી રહે છે. જેમાં ઘણા પોલીસ કર્મચારીઓને અનેક મુસીબતનો સામનો પણ કરવો પડતો હોય છે .આવા સંજોગોમાં એક જન પ્રતિનિધિ તરીકે મેવાણીનું આ પ્રકારનું વર્તન નીંદનીય છે પોલીસ પરિવાર એ મેવાણીએ જાહેરમાં પોલીસની માફી માગવા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની માંગ કરી છે ભારપૂર્વક જણાવ્યું છે કે પોલીસની નોકરી કોઈની ખેરાત નથી પરંતુ તેમની કાબિલિયત અને સંવિધાનથી મળેલો અધિકાર છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0