-> પક્ષના કાર્યકર્તાઓને આ કામગીરી સરળતા અને ઝડપથી આગળ વધે એ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી :
ગરવી તાકાત મહેસાણા : ગુજરાત રાજ્ય માં પુર જોશમાં દરેક જિલ્લા માં SIR ની કામગીરી ચાલી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ SIR ની કામગીરી ને લઈને વહીવટી તંત્ર દ્ધારા આ કામગીરી પુર્ણ થાય તે માટે દરેક પ્રકારની મદદ રૂપ થઈ ને BLO ને સાથ સહકાર આપી ને આ કામગીરી પુર જોશ માં ચાલી રહી છે.ત્યારે કડી તાલુકામાં 294 બુથ ઉપર ના BLO દ્ધારા ફોર્મ વિતરણ કરી ને હાલ ફોર્મ પરત લેવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે SIR ની કામગીરીને વેગ આપવા મંત્રીઓ મેદાને ઉતર્યા છે. ત્યારે કડી વિધાનસભા ના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા પણ દરેક બુથ ઉપર જઈ ને SIR ની કામગીરી નું નિરીક્ષણ કરી રહ્યા છે.

તથા તેમના પક્ષ ના કાર્યકરો ને BLO ની મદદ કરવા અને આ કામગીરી સરળતા અને ઝડપથી આગળ વધે તેવી સૂચનાઓ આપવામાં આવી રહી છે. મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત કડી શહેર વિધાનસભા ના દરેક બુથ ઉપર BLO તથા વહીવટી તંત્ર ના અધિકારીઓ હાજર રહી સેવાઓ આપી રહ્યા છે.જે દરમ્યાન ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા પણ પોતાના વિધાનસભા વિસ્તારના વિવિધ વોર્ડ માં જઈને કામગીરી ની સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે વહેલી તકે વિધાનસભા માં SIR ની કામગીરી પુર્ણ થાય તે માટે BLO તથા અધિકારીઓ ને મદદ કરવા આપણા કાર્યકરો અને યુવાનો ને સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.

કડી વિધાનસભા વિસ્તારમાં આજે SIR સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત મતદાર યાદીની કામગીરી બુથ સ્તરે જઈ ને નિરીક્ષણ કર્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદી ને વધુ સુધારેલી સચોટ અને પારદર્શક બનાવવાનો છે. જેથી દરેક પાત્ર નાગરિક ને પોતાનો મતાધિકાર પ્રાપ્ત થાય અને કોઈ પણ લાયક મતદાર યાદી માંથી બહાર ન રહી જાય જે દરમ્યાન સ્થળ પર અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી કામગીરી ની સ્થિતિ , દસ્તાવેજોની ચકાસણી , નવી નોંધણી ના ફેરફારો સંબંધિત પ્રક્રિયાની માહિતી મેળવી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, શહેર પ્રમુખ જીગ્નેશ પટેલ, નીરજભાઈ પટેલ, નગરપાલિકા ઉપ પ્રમુખ અરવિંદભાઈ પંડ્યા, તથા કાર્યકર્તાઓ દ્ધારા SIR ની કામગીરી ની સમીક્ષા કરવામાં આવી હતી.


