ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ અધિક્ષકના આદેશ બાદ એલ.સી.બી. પાલનપુરની ટીમે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના મહૂડી ગામની સીમમાંથી મોટી કાર્યવાહી કરી પોલીસે ₹1,77,357/-ના વિદેશી દારૂ સહિત કુલ ₹4,87,357/-નો મુદ્દામાલ જપ્ત કર્યો આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ બનાસકાંઠાને રાજસ્થાન સરહદ અડીને આવેલો જિલ્લો હોવાથી.

દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ નાબૂદ કરવા કડક અમલવારીના આદેશ આપ્યા આ આદેશના અનુસંધાને, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. પેટ્રોલિંગ દરમિયાન, ચોક્કસ બાતમીના આધારે મહૂડી ગામની સીમે કુચાવાડાથી દાંતીવાડા જતા હાઈવે પર એક શંકાસ્પદ XUV-500 ગાડી (નંબર GJ03JL6788) ને રોકવામાં આવી.

ગાડીની તપાસ કરતા તેમાંથી 269 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો પોલીસે દારૂ ઉપરાંત ₹3,00,000/-ની ગાડી અને ₹10,000/-નો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો ગાડીમાંથી પકડાયેલા બે આરોપીઓ ઉપરાંત, દારૂ ભરાવનાર અને ગાડીના માલિક સહિત તમામ સામે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


