ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે પાલનપુર તાલુકા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા અમદાવાદ શહેરના બે ઈસમોને ઝડપી પાડ્યા પોલીસે કુલ રૂ.8,30,816/- નો મુદ્દામાલ જપ્ત કર્યો જેમાં દારૂ અને એક આઇ-20 ગાડીનો સમાવેશ થાય જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અન્વયે દારૂ-જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી એલ.સી.બી. પોલીસ સ્ટાફ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો.

તે દરમિયાન બાતમીના આધારે અમીરગઢ-પાલનપુર હાઈવે પર નવા ભડથ ગામના પાટિયા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી બાતમી મુજબની આઇ-20 ગાડી (નં. GJ.18.BQ.9159) અમીરગઢ તરફથી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો જોકે, ચાલકે ગાડી ઉભી રાખી ન પોલીસે તેનો પીછો કરી બાલારામ નદીના પટમાં ગાડી ઉભી રખાવી ચાલક અને બાજુમાં બેઠેલા ઈસમને પકડી પાડ્યા ગાડીની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની 432 બોટલો મળી આવી,

જેની કિંમત ₹2,70,816/- થાય દારૂ, ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹8,30,816/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આરોપીઓની ઓળખ જૈમીન બાબુભાઈ ખાતુભાઈ (અમદાવાદ શહેર) અને સુરેન્દ્રસિંહ વદનસિંહ જુગાજી ચાવડા (રાજપૂત, અમદાવાદ શહેર) તરીકે થઈ આ ઉપરાંત, મુદ્દામાલ ભરી આપનાર વિક્રમસિંહ નામના અન્ય એક ઈસમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો આ મામલે પાલનપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


