ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં GRD (ગ્રામ રક્ષક દળ) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છેલ્લા પાંચ દિવસમાં જિલ્લાના 14 પોલીસ સ્ટેશનો પરથી કુલ 5700 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું જેમાંથી 2211 ફોર્મ ભરાઈને પરત જમા થયા ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 નવેમ્બર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા GRD ભરતી માટે ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી હાથ ધરવામાં આવી ઉમેદવારોએ તેમના નજીકના પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવી, જરૂરી વિગતો ભરી અને પ્રમાણપત્રો જોડીને તે જ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.

ફોર્મ વિતરણ 15 નવેમ્બરથી શરૂ થયું અને 25 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ કામગીરી હિંમતનગર એ ડિવિઝન, હિંમતનગર બી ડિવિઝન, હિંમતનગર ગ્રામ્ય, પ્રાંતિજ, ઈડર, જાદર, વડાલી, તલોદ, ખેડબ્રહ્મા, ખેરોજ, વિજયનગર, ગાંભોઈ, પોશીના અને ચિઠોડા સહિત કુલ 14 પોલીસ સ્ટેશનો પર ચાલી રહી 15 થી 20 નવેમ્બર સુધીના પાંચ દિવસમાં 5700 ફોર્મનું વિતરણ થયું જેમાંથી 2211 ફોર્મ પરત જમા થયા હાલમાં સાબરકાંઠા જિલ્લામાં 1089 GRD જવાનો ફરજ બજાવી રહ્યા અને 100 થી વધુ GRD જવાનોની જગ્યાઓ પર ભરતી કરવાની.

ઉમેદવારોએ તેમના રહેઠાણને લાગુ પડતા પોલીસ સ્ટેશનમાંથી જ ફોર્મ મેળવીને ત્યાં જ જમા કરાવવું ફરજિયાત ભરેલા ફોર્મ ટપાલ, કુરિયર કે રૂબરૂમાં અન્ય કોઈ સ્થળે સ્વીકારવામાં આવશે નહીં. પોલીસ સ્ટેશનના સિક્કા વગરનું અથવા નોંધણી થયા વગરનું કોઈપણ ફોર્મ માન્ય ગણાશે નહીં. ફોર્મ સાથે નીચે મુજબના પ્રમાણિત દસ્તાવેજો જોડવાના રહેશે ચૂંટણી કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, લિવિંગ સર્ટિફિકેટની નકલ, છેલ્લા અભ્યાસની માર્કશીટની નકલ, લાગતા-વળગતા પોલીસ સ્ટેશનનો દાખલો અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા.


