ઊંઝા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલા ₹10 લાખથી વધુના દાગીના તેના મૂળ માલિકોને પરત કર્યો…

November 18, 2025

ગરવી તાકાત મહેસાણા : ઊંઝા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલા ₹10,01,961/- ના મુદ્દામાલને તેના મૂળ માલિકોને પરત કર્યો આ કાર્યક્રમ ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે યોજાયો જેમાં ચોરાયેલા દાગીના શોધી કાઢીને ફરિયાદીઓને સોંપવામાં આવ્યા પરત કરાયેલા મુદ્દામાલમાં કુલ 100.150 ગ્રામ વજનના સોનાના દાગીનાનો સમાવેશ થાય જેની કુલ કિંમત ₹10,01,961/- આંકવામાં આવી આ દાગીનામાં સોનાની બંગડીઓ, મંગળસૂત્ર, ચેન, લેડીઝ અને.

Attempt to cut Poxo's accused's genitals with a blade in the lockup of Unjha  police station | જનમટીપની સજાનો ડર: ઊંઝા પોલીસ સ્ટેશનના લોકઅપમાં પોક્સોના  આરોપીનો બ્લેડથી ગુપ્તાંગ ...

જેન્ટ્સ વીંટીઓ, કાનની બુટ્ટીઓ અને સોનાના અન્ય ટુકડાઓનો સમાવેશ થાય પોલીસે આ તમામ વસ્તુઓ સફળતાપૂર્વક શોધી કાઢી આ મુદ્દામાલ પરત સોંપવા માટે ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, મહેસાણાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને મહેસાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા સૂચનાઓ આપવામાં આવી આ સૂચનાઓના અનુસંધાનમાં, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ.

Unjha police return jewellery worth over ₹10 lakh to original owners | ઊંઝા  પોલીસે ₹10 લાખથી વધુના દાગીના પરત કર્યા: 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ  મૂળ માલિકોને સોંપાયા ...

આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઊંઝા પોલીસ સ્ટેશનના પાર્ટ-એ-૧૧૨૦૬૦૩૩૨૫૦૭૧૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબના કેસમાં રિકવર કરાયેલો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો  નામદાર કોર્ટના આદેશના આધારે આ તમામ મુદ્દામાલ ફરિયાદીઓને સુપરત કરવામાં આવ્યો આ પહેલથી ગુનાનો ભોગ બનેલા લોકોને તેમની કિંમતી વસ્તુઓ પાછી મળી જે પોલીસની કાર્યક્ષમતા અને નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0