પાટણ-ડીસા હાઈવે પર કિમ્બુવા ગામ નજીક બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ…

November 18, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ-ડીસા હાઈવે પર કિમ્બુવા ગામ નજીક પાંચ દિવસ પહેલાં બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું બાઈક સામે અચાનક શ્વાન આવી જતાં ચાલકે કાબુ ગુમાવ્યો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રણજીતજી કાંતિજી ઠાકોરનું પાંચ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના પાંચ દિવસ પહેલાં, તા. 13/11/25 ના રોજ બપોરે બની કિમ્બુવા ગામના વિનુજી કાંતિજી ઠાકોર અને તેમના મોટાભાઈ રણજીતજી બાઈક પર સરસ્વતીના વડુ ગામેથી ડીઝલ લઈને પરત ફરી રહ્યા.

બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, બે ઈજાગ્રસ્ત | One person died  two injured in an accident - Gujarat Samachar

તેઓ પાદરડી ગામે તેમના વેવાઈના ઘરેથી રણજીતજીનું બાઈક લેવા જઈ રહ્યા વિનુજી બાઈક ચલાવી રહ્યા હતા અને રણજીતજી પાછળ બેઠા કિમ્બુવા હાઈવે પર વડલાથી આશરે અડધા કિલોમીટર દૂર ચારૂપ ગામ જવાના રોડ પર પહોંચતા જ અચાનક એક શ્વાન બાઈકના આગળના ટાયર સાથે ભટકાયું જેના કારણે બાઈક ચાલક વિનુજીએ કાબુ ગુમાવ્યો અને બંને ભાઈઓ રોડ પર પટકાયા. આ અકસ્માતમાં રણજીતજીને ગંભીર ઈજાઓ થઈ જ્યારે વિનુજીને પણ ઈજા પહોંચી.

In Vadhasar village of Patan, a woman returning after visiting Mataji was  beaten by a villager | ફરિયાદ: પાટણના વધાસર ગામે માતાજીના દર્શન કરીને પરત  ફરતી મહિલાને ગામના શખ્સે માર ...

ઈજાગ્રસ્ત રણજીતજીને તાત્કાલિક પાટણની જનતા હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા વધુ સારવાર માટે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવારનો ખર્ચ વધુ હોવાથી તેમને પરત પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા આ બનાવ અંગે મૃતક રણજીતજી કાંતિજી ઠાકોરના ભાઈ વિનુજી ઠાકોરે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0