-> સાંસદ અને ધારાસભ્ય તથા વહીવટી તંત્ર ના અધિકારીઓ યુનિટી માર્ચમાં જોડાયા :
ગરવી તાકાત મહેસાણા : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી યુનિટી માર્ચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત માં હાલ ઠેર ઠેર વિધાનસભા અંતર્ગત પદયાત્રા યોજાઈ રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં વિધાનસભા તથા વહીવટી તંત્ર દ્ધારા યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી. આ વર્ષે સરકાર દ્વારા અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ઘણા શહેરોમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત કડી શહેરમાં પણ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકતા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કડી નગરપાલિકા કચેરી ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ને યુનિટી માર્ચ પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

જે પદયાત્રા નગરપાલિકા થઈ ને કરણનગર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા સુધી આશરે 5 થી 6 કિલોમીટર ની પદયાત્રા યોજાઈ હતી.યુનિટી માર્ચ’ના સમગ્ર રૂટ માં ડીજે ના માધ્યમથી ‘મેરે દેશ કી ધરતી’, ‘મેરા ભારત મહાન’, ‘યે દેશ હૈ વીર જવાનો કા’, ‘એ મેરે વતન કે લોગો’, ‘મા તુજે સલામ’ સહિતના દેશ ભક્તિસભર ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ તકે ઉપસ્થિત સર્વે એ સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજો ના સ્મરણ સાથે તેમને સ્મૃતિ વંદના કરતાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ને જાળવી રાખવાં તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરવા દ્રઢ સંકલ્પ લીધો હતો. વહીવટી તંત્ર અને કડી વિધાનસભા દ્વારા આ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આ યુનિટી માર્ચ પદયાત્રા માં વક્તા તરિકે કૌશલ્ય કુંવરબા,સાસંદ હરિભાઇ પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, પ્રાંત અધિકારી આશિષભાઈ મિયાત્રા, પાલિકાના ચીફ ઓફિસર સિદ્ધાર્થભાઈ પટેલ, મામલતદાર માધવીબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી મૌલિકભાઈ દેસાઈ, ડિસ્ટ્રીક બેન્ક ના ચેરમેન વિનોદભાઈ પટેલ,કડી ડી.વાય.એસ.પી ડો. હાર્દિકભાઈ પ્રજાપતી, કડી પી. આઇ એ.એન. સોલંકી, નગરપાલિકા પ્રમુખ અનસુયાબેન પટેલ, ઉપ પ્રમુખ અરવિંદભાઈ પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ કવિતાબેન પટેલ,APMC ચેરમેન ગોવિંદભાઈ પટેલ, વાઇસ ચેરમેન હિમાંશુભાઈ ખમાર,રમેશભાઈ પટેલ સંયોજક યુનિટી માર્ચ યાત્રા, શૈલેષભાઈ ઠાકોર તાલુકા પ્રમુખ, જીગ્નેશ પટેલ શહેર પ્રમુખ, અશ્વિનભાઈ પટેલ પૂર્વ પ્રમુખ, દેવેન્દ્રભાઈ રાવળ તેમજ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો, પદાધિકારીઓ,મોટી સંખ્યામાં કડીવાસી ઓ આ પદયાત્રામાં જોડાયા હતા.


