મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ…

November 15, 2025

-> બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતિએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીશ્રીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલે મૂકતુપુર-સુણક- શિહીના ખેડૂતોની જમીન સંપાદનના વળતર અંગે રજૂઆત કરી હતી.

જે સંદર્ભે સંબંધિત અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ગામોના ખેડૂતોની જમીન સંપાદન અને એવોર્ડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હાલ વેલ્યુએશનની કામગીરી પ્રગતિમાં હોવાથી આગામી ટૂંક સમયમાં ખેડૂતોને વળતર મળી જશે. આ ઉપરાંત સાંસદશ્રીએ જણાવ્યું કે ગ્રામસભાના પ્રશ્નોની માહિતી એકત્રિત કરવામાં આવે તો તાલુકા વાઇઝ એકત્રિત થયેલી માહિતી હોય તો ગામના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થશે. તેમજ તેમણે નર્મદા કેનાલ રોડ મરામત, વિવિધ નાળાઓ, કેનાલ પરના જર્જરીત બ્રિજ સહિતના પ્રશ્નો રજૂ કરી તમામનો ઝડપથી નિકાલ લાવવા જણાવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા જિલ્લામાં રોડ રસ્તા, સમારકામ, પ્રમોલગેશન, જન્મ મરણ નોંધણી આઇડી, સ્ટેટ રોડ પ્રોજેક્ટની કામગીરી સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોના નિકાલ માટે સૂચના આપી હતી. આ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ દ્વારા કમોસમી વરસાદ દરમિયાન થયેલ નુકસાનમાં સર્વે સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા બદલ ખેતીવાડી વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય સર્વે શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી સી.જે. ચાવડા, શ્રી સુખાજી ઠાકોર, શ્રી સરદારભાઈ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેકટરશ્રી જે.કે. જેગોડા, જિલ્લાના અધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0