બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ…

November 15, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછાયેલા પ્રશ્નોના જવાબો પર ચર્ચા કરવામાં આવી કલેક્ટરે વિવિધ રજૂઆતોનો સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લીધો હતો.

અને કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો તેમણે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું કલેક્ટર મિહિર પટેલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગો અને અધિકારીઓ સાથે સંકલન સાધીને કામો સમયસર પૂર્ણ કરવા જણાવ્યું.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જિલ્લાના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળે અને તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અત્યંત જરૂરી કલેક્ટરે અમલીકરણ અધિકારીઓને પ્રજાના પ્રશ્નો તાકીદે ઉકેલવા અને વિવિધ વિકાસ કાર્યો સત્વરે પૂર્ણ કરવા સૂચનો કર્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0