ગરવી તાકાત પાટણ : પાટણ બાલીસણા ગામની અંદર રસ્તા ઉપર પસાર થઈ રહેલ ચાર રાહદારી મહિલાઓને પસાર થઈ રહેલા ઇકો ચાલકે ધડાકા ભેર ટક્કર મારતા એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું તેમજ ત્રણને ગંભીર ઈજાઓ તથા સારવાર અર્થે ખસેડાઇ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઇકો ચાલકની શોધ કોણે કરી.
![]()
પાટણના બાલીસણાના રહેવાસી લક્ષ્મીબેન ઠાકોર સહિત કૌટુંબિક સભ્ય ઈજુબેન નવાજી ઠાકોર અને રેવાબેન જુહાજી ઠાકોર અને સવિતાબેન ગાંડાજી ઠાકોર કામ અર્થેથી પરત ઘરે ફરી રહ્યા દરમિયાન ગામમાં મહાકાળી માતાજીના મંદિર નજીક ઈકો ગાડી લઈને આવી રહેલ ચાલક કાળજી ઠાકોર પૂર સ્પીડે ગાડી ચલાવી રહ્યો હોય સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ચારે મહિલાઓને અડફેટે લઈ ટક્કર મારતા પટકાઈ.

લક્ષ્મીબેનને માથામાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું જ્યારે અન્ય ત્રણે ઇજા ગસ્ત મહિલાઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા ઘટનાના પગલે મૃતક લક્ષ્મીબેનના પરિવાર દ્વારા ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવતા બાલીસણા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.


