મહેસાણાની ખોડિયાર નગર સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન : 7 લાખના દાગીના ચોરી ફરાર…

November 14, 2025

ગરવી તાકાત મહેસાણા : શિયાળાની શરૂઆત થતાની સાથેજ મહેસાણા શહેરમાં તસ્કરો સક્રિય બન્યા શહેરમાં પસાભાઈ પેટ્રોલ પમ્પ પાસે આવેલી સોસાયટીમાં રહેતું દંપતી વલસાડ ખાતે રહેતા પુત્રોને મળવા ગયા એ દરમિયાન અજાણ્યા તસ્કરો મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના મળી કુલ 6.50 લાખના મત્તાની ચોરી કરી ફરાર થયા મકાન માલિક ઘરે આવતા તેઓને ચોરી અંગેની જાણ થતાં તેઓએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

Mehsana Visa Fraud: મહેસાણાઃ અમેરિકાના વિઝા આપવાનું કહીને પાટીદાર યુવકને  છેતર્યો, એજન્ટ નકલી પેઢી ઉભી કરીને દાવ રમી ગયો | મહેસાણા - News18 ગુજરાતી

મહેસાણા શહેરમાં પસાભાઈ પેટ્રોલપંપ પાસે આવેલ ખોડિયાર નગર સોસાયટીમાં મકાન નંબર 11માં રહેતા રમણભાઈ વાઘરીએ મહેસાણા સહેર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી જેમાં જણાવ્યું કે, તેઓના દીકરા વલસાડ ખાતે રહેતા હોવાથી તેઓ પોતાની પત્ની સાથે 9 નવેમ્બરના રોજ વલસાડ મળવા ગયા અને 12 નવેમ્બરના રોજ ઘરે પરત આવ્યા આ દરમિયાન ઘરના દરવાજાના તાળા તૂટેલા જોતા તેઓ ચોંકી ઉઠ્યા.

કબાટમાં રહેલાં દાગીના લઈ ચોરો ફરાર.

ઘરમાં તપાસ કરતા બેડરૂમમાં આવેલ તિજોરી અને કબાટ તૂટેલ હાલાતમાં તેમજ બધો સામાન પણ અસ્તવ્યસ્ત પડેલો જોવા મળ્યો તસ્કરો તિજોરીના લોકરમાં મુકેલ 3 નંગ સોનાની ચેન કિંમત 3 લાખ 50 હજાર, સોનાનું કડું કિંમત 2 લાખ 30 હજાર, સોનાની બુટ્ટી કિંમત 70 હજાર મળી તસ્કરો કુલ 6 લાખ 50 હજાર કિંમતના દાગીના ચોરી ફરાર થઇ ગયા સમગ્ર ચોરીની ઘટના અંગે તેઓએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0