ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ M/S. ગણેશ ટ્રેડર્સ, જી.આઈ.ડી.સી. ખાતેથી આશરે રૂ. 1.21 લાખની કિંમતનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કર્યો આ કાર્યવાહી દરમિયાન જૂના ડબ્બામાં તેલનું પેકિંગ થતું હોવાનું જણાતા 265 ખાલી ડબ્બાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટેના અભિયાન અંતર્ગતના રોજ ફૂડ સેફટી ઓફિસર પી.આર.ચૌધરી અને.

એલ.એન.ફોફની ટીમે પાટણ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ ગણેશ ટ્રેડર્સ, સી–11, વૃંદાવન એસ્ટેટ ખાતે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન, આશરે 913 કિલોગ્રામ શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો જેની અંદાજિત બજાર કિંમત રૂ.1,21,429/- થાય તંત્રએ આ સમગ્ર જથ્થો સીઝ કર્યો સ્થળ પરથી રિફાઇન્ડ પામોલિન તેલ અને.
રિફાઇન્ડ સોયાબીન તેલના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા. પેઢી દ્વારા તેલનું પેકિંગ જૂના ડબ્બા (ટીન) માં કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા, તંત્રએ તાત્કાલિક 265 ખાલી ડબ્બાનો સ્થળ પર નાશ કરાવ્યો નાગરિકોને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આવી ચકાસણીઓ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે, તેમ તંત્રએ જણાવ્યું.


