ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના લાંઘણજ ગામની એક મહિલાને લગ્નના 3 જ મહિનામાં સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો સાસરિયાઓએ વિસનગરના તબીબ સાથે મળી મહિલાની જાણ બહાર તેનો ગર્ભપાત કરાવ્યો. સમગ્ર મામલે લાંઘણજ પોલીસ મથકે મહિલાના પતિ, સાસુ, સસરા અને તબીબ સહિત 4 શખસો સામે ગુનો નોંધાયો મહેસાણા તાલુકાના મૂળ લાંઘણજ ગામના વતની અને હાલમાં ગોઝારીયા ખાતે આંટામાં રહેતા ફાલ્ગુનીબેન મુકેશભાઈ નાયીની ફરિયાદ મુજબ તેમના પ્રથમ લગ્ન અમદાવાદમાં મિતેષ વિનોદભાઈ લીંબાચીયા સાથે થયા જ્યાંથી મનમેળ ન આવતા પોતાની દીકરીને સાથે લઈ ત્યાંથી છુટાછેડા લઈ તેઓ પોતાના પિયરમાં આવી પિતાના ઘરે રહેતા.
![]()
જ્યાં તેમને તેમના ગામના કમુબેન રાવળે કુકરવાડાના કેતન દિનેશભાઈ પટેલ સાથે પરિચય કરાવ્યો જેથી તે બન્ને એકબીજાના પરિચયમાં આવતા માણસા ખાતે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કર્યા જે બાદ મહિલા તેની સાસરીમાં અમદાવાદના નાના ચિલોડા ખાતે મેલબોન લાઈફ સ્ટાઈલમાં રહેતા જ્યાં મહિલાના સાસુ અને સસરા તેમજ પતિ દ્વારા લગ્ન બાદ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરવામાં આવતી ત્યાં મહિલા પ્રેગનેટ હોવાની જાણ થવા છતાં સાસરીમાં ત્રાસ મળતા તે પોતાના પિતાના ઘરે આવી રહેવા લાગી જેથી તેમના સાસરિયાઓએ તેના પિયરમાં આવી મહિલાની સારવાર કરાવવાના બહાને વિસનગરની શારદા મેટરનીટી એન્ડ નર્સિંગ હોમમાં ડૉ.ભગુભાઈ ચૌધરીને ત્યાં લઈ ગયા.
![]()
જ્યાં મહિલાની જાણ બહાર સાસરિયાઓના કહેવાથી તબીબે મહિલાનો ગર્ભપાત કરાવતા મહિલાને ઘરે ગયા બાદ હાલત કથડી જેથી મહિલાએ માણસા ખાતે અન્ય હોસ્પિટલમાં સારવાર લેતા તેની જાણ બહાર તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું જેથી મહિલાએ સમગ્ર મામલે તેના પર ત્રાસ ગુજારી ગર્ભપાત કરાવનાર તેના પતિ કેતન દિનેશભાઈ પટેલ, સાસુ મીનાબેન દિનેશભાઈ પટેલ, સસરા દિનેશભાઈ પટેલ અને વિસનગરના તબીબ ડૉ.ભગુભાઈ એમ. ચૌધરી વિરુદ્ધ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જે આધારે પોલીસે તમામ 4 શખસો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


