ગરવી તાકાત મહેસાણા : કડી શહેરમાં રહેતા મુનાફ પરમાર નામના યુવાને એક પરણિત યુવતીને નિકાહ ની લાલચ આપી ને અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી. મહિલા ના લગ્ન થઈ ગયા હતા અને તેમણે સંતાન માં બે બાળકો છે. અને તેમના પતિ એક ખાનગી જગ્યાએ નોકરી કરી ને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને છેલ્લાં થોડક વર્ષોથી મહિલા પોતાનાં પરિવાર સાથે કડી માં રહે છે અને તેમની જ સોસાયટી માં રહેતા મહમદ મુનાફ પરમાર નામના યુવાને સાથે મહિલાએ મિત્રતા થઈ ગઈ હતી અને યુવાને મહિલાને પ્રેમ સબંધ બાંધ્યો હતો. યુવાન મહિલાને પ્રેમ જાળમાં ફસાવવા માટે મહિલા ઘરની અંદર જ્યાં પણ કામ કરે અથવા કામ અર્થે બજારમાં જવાનું થાય તો પણ આ યુવાન તેમનો પીછો કરતો હતો અને મહિલા ઘરે એકલી હોય ત્યારે મુનાફ પરમાર કોઈ ના હોય તે રીતે બપોરના સમયે તેના ઘરે આવ્યો હતો.

અને પોતે સોસાયટી નો પ્રમુખ હોય તેમ ગણાવી તેમની મેન્ટેનન્સ લેવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું અને મેન્ટેનન્સ આપ્યા બાદ પાવતી ઉપર પોતાનો નંબર લખી ને રાખ્યો હતો. અને મહિલાને કહેવામાં આવ્યું હતું કે કોઈ કામ હોય તો મને ફોન કરજો અને મુનાફ પોતે પરિણિત અને બે બાળકોને પિતા હોવા છતાં બીજી અન્ય મહિલા સાથે સબંધ રાખી મહિલા ને વારવાર પ્રેમ જાળમાં ફસાવવા માટે અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરવામાં આવતા હતા અને તેને ફોન કરવાનું કહેવામાં આવતું હતું મહિલા ને મુનાફ ને લગ્ન કરવાની લાલચ આપી હતી.અને કહેવામાં આવ્યું હતું કે તારા પતિ ને તલાક આપી દે તારી જોડે હું નિકાહ કરવાની લાલચ આપી હતી. અને મહિલા ને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

અને આ સબંધની જાણ પરિવાર ના લોકો ને તથા મહિલા માતા પિતા ના ઘરે ચાલી ગઈ હતી. મહિલા ત્યારે બાદ મુનાફ પરમાર ને વારવાર કોલ કરી નિકાહ કરવા માટે વાત ચિત કરવામાં આવતી હતી પરતું મુનાફ પરમાર મહિલા સાથે નિકાહ કરવાની ના પાડતા મહિલા છેતરાઈ જવાનો અહેસાસ થતાં મહિલા એ ખોટા પ્રેમ જાળ ફસાવેલ અને નિકાહ ની લાલચ માં ફસાઈ જતા મહિલાએ કડી પોલીસ સ્ટેશન યુવાન મુનાફ પરમાર સામે ગુન્હો નોંધાવ્યો હતો. કડી પોલીસે મુનાફ પરમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી મહિલા ને નિકાહ કરવાની લાલચ આપી અને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેને તરછોડી દીધી હતી અને પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


