ગરવી તાકાત મહેસાણા : બેંકના લોકર માંથી દાગીના લઈ થેલામાં સ્ટીલના ડબ્બામાં મૂકીને ઊંઝા ઉમિયા માતાના દર્શન માટે ગયેલ મહિલાના થેલામાંથી અજાણ્યો ચોર દર્શન માટે લાગેલી ભીડનો લાભ લઇ 10 લાખના દાગીના ભરેલ સ્ટીલનો ડબ્બો ચોરી કરી ગયો મહિલાની ફરિયાદની આધારે ઊંઝા પોલીસે ગુનો નોંધીને અજાણ્યા ચોરની શોધ ખોળ હાથ ધરી મૂળ ઊંઝા તાલુકાના ઉનાવા ગામના અને હાલ પાટણ રોડ પર આવેલ નોબલ હાઇટ્સમાં રહેતા મીનાબેન દીપકકુમાર પટેલ તેમના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોઈ ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ બેંકના લોકરમાં રાખેલ.

સોનાની બંગડી, મગમાળા, સોનાની ચેન, કાનની બુટ્ટી અને સેટ મળી કુલ 10 તોલા વજનના સોનાના દાગીના સ્ટીલના ડબ્બામાં મૂકી ડબ્બો પોતાની પાસેની બેગમાં મૂકી પતિ સાથે ઉમિયા માતાના મંદિરના દર્શન કરવા માટે ગયા. તેમના પતિ પુરુષોની લાઈનમાં અને તેઓ મહિલાઓની લાઈનમાં દર્શન કરવા માટે ઊભા.
![]()
પૂનમને લઈ માણસોની વધારે ભીડ હોઈ દાગીના રાખેલ બેગ તેમની પાસે હતી પરંતુ તેમની બહેનનો ફોન આવતા તેમણે બેગની ચેન ખોલીને મોબાઈલ ફોન તેમાંથી બહાર કાઢીને તેમની સાથે વાત કરી તે સમયે ઉતાવળમાં બેગની ચેન તેઓ બંધ કરવાનું ભૂલી ગયા થોડીવાર પછી દર્શન કરી તેઓ મંદિરના પરિસરમાં પ્રસાદ લેવા માટે ગયા તે સમયે તેમણે બેગમાં જોતા ઘરેંણા મૂકેલ સ્ટીલનો ડબ્બો બેગમાં મળી આવ્યો.


