ગરવી તાકાત પાટણ : પાટણમાં નકલી એલસીબી અધિકારી બની એક વેપારીને ફસાયેલા પાસે કઢાવી આપવા માટે રૂ. 5 લાખ પડાવે તે પહેલા પાટણની સાચી એલસીબી ટીમે છટકુ ગોઠવી નકલી એલસીબી અધિકારી સાથે પોલીસ કર્મચારીની ટીમ સ્વરૂપે સાથે રહેલા પાંચ લોકોને પકડી પાડ્યા સાથે તેમની પાસેથી પોલીસનું નકલી આઈ કાર્ડ, પોલીસ ડ્રેસના લાલ કલરના બુટ ખાખી મોજા મળ્યા કોલકતાનાં પ્લાયવુડના હોલસેલ વેપારી મુકેશકુમાર સરજુપ્રસાદ કુરમી સાથે પાટણ જિલ્લાના એક વ્યક્તિએ ધંધાકીય વ્યવહારમાં નાણાકીય છેતરપિંડી કરી હોવાથી ચંદ્રુમણા ગામના પોપટ રાજપુતનો હાથ હોવાની શંકા આ અંગે ચર્ચા કરવા મુકેશકુમાર તેમના મિત્ર સુનીલકુમાર નેપાલસિંગ જાટ સાથે પાટણ આવ્યા. પાટણ આવી પોપટ રાજપુતને મળતા છેતરપિંડી તેમણે નહીં,
![]()
પરંતુ સાંતલપુર તાલુકાના પર ગામના કૌશલસિંહ જાડેજાએ કરી હોવાનું જણાવી કૌશલસિંહ જાડેજા ન મળતા હોવાથી પાટણ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક મિત્રને બોલાવવાની વાત કરી પાટણની કેર્રીફોર હોટલમાં સાંજના સમયે પોલીસના માણસ સાથે મુલાકાત કરાવી જેમાં તે પૈકી એકે પી.ટી. ઝાલા અને સંજય તરીકે ઓળખ આપી કામ કરી આપવાના બદલે 5 લાખની માંગણી કરી આ લોકો પૈસાની માંગણી કરતા ખરેખર પોલીસ છે કે કેમ જે વેપારીને શંકા જતાં એલસીબી પાટણ ઓફિસમાં તપાસ કરતા પી.ટી. ઝાલા કે સંજય નામના કોઈ કર્મચારી ના હોઇ આપેલ મોબાઇલ નંબર કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી ન હોવાનું સામે આવતા પોલીસને અરજી આપી 5 નવેમ્બરના રોજ આરોપીઓ 5 લાખની રકમ લેવા શહેરની રવેટા હોટલ ખાતે આવવાના હોવાથી પોલીસે છટકું ગોઠવ્યુ.

જેના ભાગ રૂપે વેપારી મુકેશકુમાર અને તેમના મિત્ર સુનીલકુમાર રવેટા હોટલના રૂમ નંબર 302માં રોકાયા સાંજે પોપટ ઠાકોર અને નકલી પોલીસ પી.ટી. ઝાલા સહિત અન્ય ચાર વ્યક્તિઓ રૂમમાં આવતા દસ મિનિટમાં પોલીસની ટીમ પહોંચી સ્થળ ઉપર હાજર નકલી પોલીસ બની આવેલ છ વ્યક્તિઓને પકડી પાડી બી ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ ગુનો નોધી તપાસ શરૂ કરી ગેલેરીમાં પોલીસ યુનિફોર્મમાં બનાવેલો એક વીડિયો પણ મળી આવ્યો તે ઉપરાંત, તેના મોબાઈલમાંથી “GUJARAT POLICE, I CARD NO. 197, RANK PSI, UNIT DISTT-S.O.G.ની વિગતો ધરાવતા નકલી પોલીસ આઈ કાર્ડનો ફોટો પણ મળી આવ્યો સંજયસિંહ ના પગમાં લાલ કલરના પોલીસ યુનિફોર્મના TSF કંપનીના બુટ અને ખાખી મોજા મળી આવ્યા જે રાજ્યસેવકનો સ્વાંગ ધારણ કર્યાનું પુરવાર કરે.
![]()
-> પકડાયેલ યુવકો પાટણ- સરસ્વતી તાલુકાના છે :- સંજય સિંહ મફતસિંહ પરમાર (ઠાકોર) રહે વામૈયા ( નકલી પોલીસ અધિકારી ) પોપટજી ચમનજી રાજપુત રહે ચંદ્રુમાણા – સાહિર ઇસબભાઇ મીર રહે વામૈયા – રમેશજી બાબુજી ઠાકોર રહે બીલીયા – જીતેન્દ્રસિંહ નરસંગજી પરમાર રહે ચંદ્રુમાણા – મહેન્દ્રસિંહ ભીખુસિંહ રાજપુત રહે ચંદ્રુમાણા સંજયસિંહ ઠાકોરની અંગઝડતીમાં એક મોબાઈલ મળ્યો હતો.



