ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમાં આવેલ સોમનાથ રોડ પર સામાન્ય તકરારમાં એક દલિત યુવાનને જાતિવિષયક અપમાન કરીને બે શખ્સોએ ગડદાપાટુનો માર મારતાં ઈજા થઈ ઝપાઝપી દરમિયાન તેનો સોનાનો દોરો અને ઈયરફોન કયાંક પડી ગયા આ અંગે નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો મહેસાણાના સોમનાથ રોડ પર આવેલ જય બંગલોઝ સોસાયટીમાં રહેતા ફરિયાદી મયુરકુમાર મહેશભાઈ પરમાર.

સાંજના સુમારે ગોકુલધામ ફલેટ સામે નાસ્તો કરી રહ્યા તે વખતે અહીં તેમની પાસે બેઠેલા મિત્ર ઈન્દ્ર પંડીત સોલંકી મહેન્દ્ર શંકરભાઈ રહે, અમૃતવિલા ફલેટ, મહેસાણા અને મનીષ કનુજી રાજપુત રહે, આશિષ પાર્ક, મહેસાણાવાળા એકબીજા સાથે ઉંચા અવાજે વાતો કરીને ગાળો બોલતા અહીં મહિલાઓ બેઠી હોઈ તેમણે ગાળો બોલવાની ના પાડતાં તું કોણ છે તેમ કરીને જતા રહેવાનું કહ્યું.
![]()
તેમણે પોલીસને જાણ કરવા ફોન કરતા હતા ત્યારે મહેન્દ્રએ ગાળો બોલી અને મનીષે આવીને હું દરબાર છું તું કયાંનો છે તેમ કહીને જાતિવિષયક અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો જેમાં તેઓને ઈજાઓ થતાં સારવાર માટે મહેસાણા સિવિલમાં લઈ જવાયા ત્યારબાદ સામાજિક આગેવાનોની દરમિયાનગીરીથી સમાધાન થયું તેમછતાં તેઓ મારવાની ધમકીઓ આપતા હોય અંતે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

