ગરવી તાકાત મહેસાણા : ગાંધીનગર ગોઝારીયા હાઇવે પર કાર સ્ક્રેપના ગોડાઉન પાસે એક રિક્ષાએ રાહદારીને ટક્કર મારતા અકસ્માત થયો જે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડનું સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અકસ્માત મામલે પોલીસે અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી.

માણસા તાલુકાના સમૌ ગામે રહેતા ભરતભાઈ બકાભાઈ દંતાણીની ફરિયાદ મુજબ તેમના પિતા બકાભાઈ ગોઝારીયા ગામે ખેત મજૂરી માટે રહેતા જેઓ ખેતરમાંથી કામ કરી હાઇવે પર ચાલતા જઈ રહ્યા ત્યારે કાર સ્ક્રેપના ગોડાઉન પાસે તેમની પાછળ ગાંધીનગર તરફથી આવતી.

એક અજાણી રિક્ષાની ટક્કર વાગતા તેમનો અકસ્માત સર્જાયો અકસ્માતમાં રિક્ષાની ટક્કરે તેમના પિતાને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જે અકસ્માત મામલે ફરિયાદ આધારે લાઘણજ પોલીસે અકસ્માત બાદ ભાગી છુટેલો અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી.

