ગરવી તાકાત મહેસાણા : મહેસાણા મહાનગરપાલિકામાં ગત એપ્રિલથી ઓક્ટોબરના સાત મહિનામાં લોકોએ રૂ.17 કરોડ મિલકત વેરો ભર્યો જેમાં પાછલા વર્ષોની બાકી રૂ.20 કરોડમાંથી રૂ. 1.79 કરોડ તેમજ ચાલુ વર્ષના રૂ.22 કરોડમાંથી રૂ.15.21 કરોડની આવક થઇ એટલે કે, પાછલી અને ચાલુ વર્ષના કુલ રૂ.42 કરોડના માંગણા સામે અત્યાર સુધી 42 ટકા વેરા વસૂલાત થઇ હજુ પાંચ મહિના બાકી હોઇ મિલકત વેરાની આવક વધશે.
![]()
મહાનગરપાલિકામાં નગરપાલિકા હદ ઉપરાંત 14 ગામોનો સમાવેશ કરાયો પરંતુ, મિલકત વેરાના જૂના દર હજુ પાલિકા અને ગામ વિસ્તાર માટે અલગ અલગ અમલમાં નગરપાલિકા હદ વિસ્તારમાં રહેણાંક 78,270 અને કોમર્શિયલ 29,965 મળી કુલ 1,08,235 મિલકતદારોનો સમાવેશ થાય અને આ તમામ મિલકતદારોને વર્ષ 2025-26ના વેરા બિલ મોકલી દેવાયાં.
![]()
આ દરમિયાન, સાત મહિનામાં મનપાએ વેરાનું સોફ્ટવેર અદ્યતન બનાવતાં ઘેરબેઠાં મનપાની એપ્લિકેશનથી મિલકત વેરો ભરવાનું સરળ બન્યું હાલ મિલકતદારોનો વેરો ભરવા માટે કચેરીમાં ભીડ જામે ગત નાણાકીય વર્ષમાં શહેરના મિલકતદારોએ ડિઝિટલ મોડથી ઓનલાઇન કુલ રૂ.1.40 કરોડ વેરો ભર્યો જ્યારે ચાલુ નાણાકીય વર્ષના સાત મહિનામાં ડિજિટલ મોડ ઓનલાઇન રૂ. 2.65 કરોડ વેરો મનપામાં ભરાયો.


