આવક છુપાવી ₹1 લાખની સહાય મેળવી: બોકરવાડા ગામે એક વ્યક્તિએ વાસ્તવિક આવક છુપાવવા બદલ છેતરપિંડીનો ગુનો દાખલ…

November 5, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના બોકરવાડા ગામે એક વ્યક્તિએ પોતાની વાસ્તવિક આવક છુપાવીને રાજ્ય સરકારની આવાસ યોજના હેઠળ ₹1 લાખની સહાય મેળવી હોવાનો કિસ્સો સામે આવ્યો આ મામલે બોકરવાડા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીએ વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ, વિષ્ણુપ્રસાદ કાનદાસ આચાર્ય નામના વ્યક્તિએ 1 નવેમ્બર, 2018ના રોજ તલાટી-કમ-મંત્રી સમક્ષ સ્થળ પંચનામું કરાવી પોતાની વાર્ષિક આવક માત્ર ₹47,000 દર્શાવી આ ખોટા દસ્તાવેજના આધારે,

વેપારીને ખોટા શેર વેચીને ૧.૫૩ કરોડની છેતરપિંડી કરતા ગુનો દાખલ | A fraud committed by a trader by selling false shares worth 1.53 crore - Gujarat Samachar

તેમણે વિસનગર તાલુકા વિકાસ અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવ્યું આ આવકના પ્રમાણપત્રનો ઉપયોગ કરીને, વિષ્ણુપ્રસાદે સરકારની પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ₹1,00,000ની આર્થિક સહાયનો લાભ મેળવ્યો જોકે, બાદમાં થયેલી તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ નાણાકીય વર્ષ 2018-19 માટે ઇન્કમટેક્સ વિભાગમાં પોતાની વાર્ષિક આવક ₹4,22,417 અને 2019-20 માટે ₹4,21,179 દર્શાવતું ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ભરેલું આ માહિતી ઇન્કમટેક્સ ઓફિસરના ઇમેઇલ દ્વારા મળી.

વિસનગરના ગુંજાની 12 વર્ષીય સગીરા ગુમ થતાં પોલીસ ફરિયાદ – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેની ખરાઈ કરવામાં આવી આમ, પ્રમાણપત્ર માટે દર્શાવેલી આવક કરતાં તેમની વાસ્તવિક આવક ઘણી વધારે આથી, તલાટી-કમ-મંત્રી દિક્ષિતકુમાર ડાહ્યાભાઈ પટેલે આચાર્ય વિષ્ણુપ્રસાદ કાનદાસ વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 420 (છેતરપિંડી), 468 (છેતરપિંડીના હેતુથી બનાવટ), અને 471 (બનાવટી દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરવો) હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0