ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં પોલીસે ભંગારની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો આ કાર્યવાહીમાં 1,51,520/- ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.એન. સાધુએ સર્વેલન્સ સ્ટાફને સતત વોચ રાખવા સૂચના આપી આ સૂચનાના આધારે, પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહને ચોક્કસ બાતમી મળી.

બાતમી મુજબ, ખેરોજથી ખેડબ્રહ્મા તરફ GJ09AV5664 નંબરનો એક વાદળી રંગનો ટેમ્પો ભંગારની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવી રહ્યો. આ માહિતીના આધારે, પોલીસે મટોડા રોયલ પાર્ક હોટલ પાસે નાકાબંધી ગોઠવી ટેમ્પોને રોકી તપાસ કરી. ટેમ્પોની તપાસ કરતા, ભંગારની નીચેથી વિદેશી દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની કુલ 648 બોટલો મળી આવી.

જેની કિંમત 1,01,520/- આંકવામાં આવી પોલીસે 50,000/- ની કિંમતનો ટાટા એસ.ઇ.ઝેડ.આઇ ટેમ્પો પણ જપ્ત કર્યો. આમ, પોલીસે કુલ 1,51,520/- નો મુદ્દામાલ કબજે કર્યો. આ મામલે પોલીસે આરોપી રમેશચંદ્ર હુકમીચંદ્ર ખટીક (રહે. ઉસર, તા. કુંભલગઢ, જિ. રાજસમંદ, રાજસ્થાન) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


