બહુચરાજીમાં ઘરફોડ ચોરીનો ભેદ બેચરાજી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીને દબોચ્યો…

October 18, 2025

ગરવી તાકાત મહેસાણા : બહુચરાજીમાં ઘરફોડ ચોરીનો ભેદ બેચરાજી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીને દબોચી લીધો બે દિવસ અગાઉ આ આરોપી ગંજ બજારમાં આવેલી એક દુકાનમાં ઘુસી તે દુકાનમાંથી 15 હજાર રૂપિયા રોકડા ચોરી કરી ફરાર થઇ ગયો જે ઘટના અંગે વ્યાપારીએ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી બેચરાજીમાં શંખલપુર રોડ પર આવેલા મહેશ્વરી સોસાયટીમાં રહેતા પટેલ ચીનુભાઈએ 15 ઓક્ટોબરના રોજ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી.

Clash between two groups near Asjol in Becharaji, stones pelted on police's  van when it reached the spot | પોલીસ પર પથ્થરમારો: બેચરાજીમાં આસજોલ પાસે બે  જૂથ વચ્ચે અથડામણ, પોલીસ ઘટનાસ્થળ પર

કે, ગંજ બજારમાં આવેલા તેઓની બ્રહ્માણી ફર્ટિલાઇઝર્સ નામની દુકાનના ડ્રોવરમાં તેઓએ 15 હજાર રૂપિયા મુક્યા તે રૂપિયા રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી ગયા હોવાથી તેઓએ બેચરાજી પોલીસમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી સમગ્ર કેસમાં બેચરાજી ટાઉનના બીટ જમાદાર પી.એસ.આઈ વી.એચ.પરમારે પોતાની ટીમ સાથે દુકાનમાં CCTV તપાસ કર્યા એ દરમિયાન કેમેરામાં આ તસ્કર કેદ થયો.

Police solved the theft within days | પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ  ઉકેલ્યો: બેચરાજીમાં ગંજ બજારમાં દુકાનમાં ચોરી કરનાર બિહારી યુવક ઝડપાયો,  આરોપી ...

અને પોલીસ આ તસ્કરની વોચ રાખી રહી આ દરમિયાન પોલીસને બાતમી મળી કે, આ આરોપી બેચરાજી ટાઉનમાં દયાનંદ કોમ્પલેક્ષ સામે આવેલા સીદળાના ઝાડ નીચે આ આરોપી ઉભો હોવાની જાણ બેચરાજી પોલીસને થતા પોલીસે આરોપી યાદવ બીટુકુમાર મૂળ, બિહાર વાળાને ઝડપી લીધો તેમજ પોલીસે તેની પાસેથી 15 હજાર રૂપિયા રોકડા કબ્જે કર્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0