ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના નુગર બાયપાસ પાસે આવેલા એક ગેસ્ટહાઉસ પાછળની જગ્યામાં પાર્ક કરેલી એક કારમાંથી વિદેશી દારૂ અને બીયરની 750 બોટલો મળી આવ્યો જેથી તાલુકા પોલીસે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા એક આરોપીની અટકાયત કરીને રૂ.6.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો આ દારૂનો જથ્થો રાત્રિના સુમારે રાજસ્થાનનો વોન્ટેડ આરોપી આપી ગયો. મહેસાણા તાલુકા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરીમાં હતા ત્યારે બાતમી મળી કે, વડોસણ ગામનો અનિલ બિજલજી ઠાકોરે.
શહેરના નુગર બાયપાસ રોડ પર આવેલ સ્ટે પ્લસ નામના ગેસ્ટહાઉસની પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને એક ગાડી પાર્ક કરી. જેથી પોલીસે પંચોને સાથે રાખીને આ સ્થળે રેડ કરી તપાસમાં ગેસ્ટહાઉસ પાછળ ઉભેલી ગાડીમાં ડ્રાયવર સીટ પર બેસેલો આરોપી અનિલ પકડાઈ ગયો. જ્યારે કારમાં જોતા અંદરથી વિદેશી દારૂ અને બિયરની કુલ 750 બોટલ મળી આવી.
પોલીસ સમક્ષ પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખસે આ દારૂનો જથ્થો બે દિવસ અગાઉ રાત્રિના મહિપાલ પુરણસિંહ રહે, રાજસ્થાનવાળો તેની ગાડીમાં લઈને આપી ગયો ત્યારબાદ તેને ખાલી કરીને દારૂ પોતાની કારમાં ભરીને રાખ્યો તેવી કબુલાત કરી જેના આધારે પોલીસે દારૂ, ગાડી, મોબાઈલ સહીતની મત્તા કબજે કરીને ઝડપાયેલા સહિત બે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.