ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમાં વર્ષ 2019માં થયેલા યુવતી ભગાડી જવાની અદાવતના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી આ બનાવમાં, યુવતી ભાગી જતાં તેના ઘરે આવેલા મહેમાન યુવાનને આરોપીઓએ જન્મદિવસની ઉજવણી દરમિયાન અપહરણ કર્યું અને યુવતી પાછી ન આવે ત્યાં સુધી તેને બંધક બનાવી રાખવાની ધમકી આપી યુવાનનું અપહરણ કરીને તેને માર મારીને ફેંકી દેવામાં આવ્યો સરકારી વકીલ ભરત જી. પટેલની દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીઓ પટેલ ગોવિંદભાઈ જીવરામભાઈ (રહે. કસલપુર, જોટાણા), પટેલ સંજયભાઈ રમણભાઈ (રહે. બલોલ),
અને પટેલ સમીરભાઈ રમણભાઈ (રહે. બલોલ) ને આજીવન કેદની સજા સંભળાવી જોકે, આ કેસમાં એક આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો. મહેસાણા ધોબીઘાટ રોડ પર આવેલી ધરતી ટાઉનશીપમાં રહેતા હંસાબેને 16 એપ્રિલ 2019માં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ, એમના દીકરા મૌલિકનો જન્મ દિવસ હોવાથી થરાદથી તેનો મિત્ર ચૌધરી વિષ્ણુ ભાઈ તેના ઘરે આવ્યો એ જ દિવસે ફરિયાદીનો દીકરો બલોલ ગામની યુવતીને લઈ ભાગી ગયો હોવાથી ફરિયાદીને ઘરે યુવતીના મામા સહિતના લોકો આવી ગાળાગાળી કરી.
અને જ્યાં સુધી તેઓની દીકરી ઘરે નહીં આવે ત્યાં સુધી તેઓ ફરિયાદીના દીકરાના મિત્ર ચૌધરી વિષ્ણુભાઈને તેઓના ઘરેથી ગાડી મારફતે અપહરણ કરી ફરાર થઇ ગયા. ત્યારબાદ ભોગ બનનાર ચૌધરી વિષ્ણુ ભાઈને યુવતીના પરિવારજનો ગાડીમાં અપહરણ કરી તેઓના ગામ બલોલ પાસે આવેલ ખેતરની ઓરડીમાં લઈ ગયા. જ્યાં ભોગ બનનારને પાવડાના હાથ માથામાં માર્યા ત્યારબાદ ભોગબનનારને બીજી ગાડીમાં બેસાડી તેઓ લોહીલુહાણ હાલતમાં એક સર્કલ પર ફેંકી દઈ ફરાર થઇ ગયા જો કે પોલીસ આવતા તેને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.