ગરવી તાકાત પાટણ : પાટણ LCB (લોકલ ક્રાઇમ બ્રાંચ) એ હારીજ શહેર ખાતે બસ સ્ટેશન નજીક થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો પોલીસે ચોરી કરીને ફરાર થયેલા બે ઇસમોને રૂ. 1,52,000/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. હારીજ શહેરની દુકાનોના શટર તોડીને અજાણ્યા ચોર ઇસમો દ્વારા આશરે રૂ. 52,000/- રોકડ રકમની ચોરી કરવામાં આવી જે અંગે ફરિયાદ નોંધાઈ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, વણશોધાયેલ ચોરીના ગુનાઓને શોધી કાઢવા માટે.
પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી આ ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી. કેમેરા અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી. બાતમી હકીકતના આધારે પોલીસે ચોરી કરનાર ચિરાગભાઈ બાબુભાઈ મિસ્ત્રી અને દેવ રાજુભાઈ મિસ્ત્રીને ઝડપી પાડ્યા. આ બંને ઇસમો તેમની વેગનાર ગાડી નંબર જીજે. 24. એ. 3164 ની સાથે હારીજથી ચાણસ્મા જતા રોડ ઉપર નાયરા પેટ્રોલપંપની આગળથી મળી આવ્યા.
પોલીસે ખંતપૂર્વક પૂછપરછ કરતા બંને ઇસમોએ ગુનાની કબૂલાત કરી તેમની પાસેથી રોકડ રકમ રૂ. 52,000/- તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ વેગનાર ગાડી (કિ.રૂ. 1,00,000/-) મળીને કુલ રૂ. 1,52,000/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો પકડાયેલા બંને આરોપીઓને હારીજ મુકામે અટક કરી, આરોપીઓ અને કબજે કરેલો મુદ્દામાલ વધુ કાર્યવાહી માટે હારીજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો.