વિસનગર તાલુકાના ગોઠવા ગામે પિતા-પુત્રને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ગંભીર રીતે ઘાયલ કર્યા શુભમ હોટલ નજીક બનેલી આ ઘટનામાં, અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ગોઠવા ગામના 58 વર્ષીય દિનેશભાઈ હરીભાઈ પટેલ અને તેમના પુત્ર ચિરાગ ગત 2 ઓક્ટોબરે તેમના એક્ટિવા (GJ 18 L 8580) પર વિસનગર સરકારી દવાખાનેથી ઘરે જઈ રહ્યા.
શુભમ હોટલ પાસે પહોંચતા, પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતા એક અજાણ્યા ફોર વ્હીલના ચાલકે તેમના એક્ટિવાને ટક્કર મારી ટક્કર વાગતા દિનેશભાઈ અને ચિરાગ બંને એક્ટિવા સાથે રોડ પર પટકાયા અકસ્માત બાદ ફોર વ્હીલનો ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા, બંને પિતા-પુત્રને તાત્કાલિક વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા.
પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી જોકે, બે દિવસ પછી ચિરાગને કમરના ભાગે ફરીથી દુખાવો ઉપડતા તેને ફરીથી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ નૂતન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો આ બનાવ અંગે દિનેશભાઈ પટેલે ગતરોજ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી.