ગરવી તાકાત મહેસાણા : વિસનગર સબજેલમાંથી માંદગીના બહાને ફરાર થયેલા આરોપીને પોલીસે 48 કલાકમાં ઝડપી પાડ્યો સ્થાનિક પોલીસ અને LCBની ટીમે ગાંધીનગરના ઘ 5 વિસ્તારમાંથી બિન-ડ્રેસમાં તેને દબોચી લીધો વિશાલસિંહ છેતરપિંડીના ગુનામાં જેલમાં બંધ હતો બે દિવસ પહેલાં, વિશાલસિંહને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો અને સારવાર બાદ તેને પરત જેલ લઈ જતી વખતે, જેલના મુખ્ય ગેટ પાસે તેણે પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનસિંહને ધક્કો મારી ફરાર થઈ ગયો.
![]()
આ ઘટનાથી પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો અને તેની શોધખોળ માટે ખાસ ટીમો બનાવવામાં આવી પોલીસને સોમવારે બાતમી મળી કે આરોપી વિશાલસિંહ ચાવડા ગાંધીનગરના ઘ 5 વિસ્તારમાં છુપાયેલો બાતમી મળતાં જ વિસનગર શહેર પોલીસ અને LCBનો સ્ટાફ એક્શનમાં આવ્યો પોલીસની ટીમ સાદા ડ્રેસમાં, પોલીસ વાહનોને બદલે બાઇકો અને રિક્ષાઓ લઈને ગાંધીનગર પહોંચી ગાંધીનગરના ઘ 5 પાસે ઊભેલા વિશાલસિંહને પોલીસે કોર્ડન કરવાનું શરૂ કર્યું ત્યારે તેને શંકા ગઈ.
![]()
તેણે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેને વધુ દૂર ભાગવા દીધો નહીં અને ગણતરીની મિનિટોમાં જ દબોચી લીધો આ અંગે વિસનગર શહેર પી.આઈ. એ.એન. ગઢવીએ જણાવ્યું કે, “બાતમીના આધારે આરોપીને પકડી પાડવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી હવે તે ભાગી ગયા પછી કયા કયા સ્થળોએ રોકાયો અને કોણે કોણે તેને મદદ કરી તે અંગે સઘન પૂછપરછ કરવામાં આવી રહી”

