ગરવી તાકાત સાબરકાંઠા : ગાંભોઈ પોલીસે સુરજપુરા ગામ નજીકથી રાજસ્થાનથી આવતી ઈકો ગાડીમાંથી વિદેશી દારૂની 20 પેટી ઝડપી પાડી પોલીસે કુલ રૂ.5.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI જે.એમ.રબારીને બાતમી મળી કે એક સફેદ કલરની મારુતી સુઝુકી ઈકો ગાડી (GJ-27-BE-3380) વિદેશી દારૂ સાથે ભિલોડાથી ગાંભોઈ તરફ આવી રહી.
![]()
પોલીસે સુરજપુરા રેલ્વે ફાટક નજીક નાકાબંધી કરી. ઈકો ગાડીનો ચાલક સુરજપુરા રેલ્વે ઓવરબ્રિજ નજીક ગાડી ઊભી રાખી ભાગવા જતાં પોલીસે તેને પકડી પાડ્યો ગાડીની તપાસમાં વિદેશી દારૂની 20 પેટીમાંથી 960 બોટલ મળી આવી જેની કિંમત રૂ. 3.36 લાખ.

પોલીસે ઈકો ગાડી રૂ. 2.50 લાખ અને એક મોબાઈલ કિંમત રૂ. 5000 સહિત કુલ રૂ. 5.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પકડાયેલ ચાલકની ઓળખ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વીછીવાડા તાલુકાના 41 વર્ષીય ઇશ્વરલાલ મણીલાલ દીતાજી બરંડા તરીકે થઈ પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.


