વર્ક પરમીટ વિઝા આપવાના બહાને મહેસાણા અને ખેરવાના બે એજન્ટોએ યુવક સાથે કરી 8 લાખની છેતરપિંડી…

September 20, 2025

ગરવી તાકાત મહેસાણા : ન્યૂઝીલેન્ડના વર્ક પરમીટ વિઝા આપવાના બહાને મહેસાણા અને ખેરવાના બે એજન્ટોએ યુવક સાથે રૂ.8 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મહેસાણા બી ડિવિઝનમાં નોંધાઇ. વિસનગરના દેણપના અને હાલ અમદાવાદના રાણીપની લક્ષ્મીદીપ સોસાયટીમાં રહેતા અખિલ અશોકભાઈ પટેલ દ્વારા મહેસાણાના રાધનપુર રોડ પર પ્રાર્થના પ્લેટીનમ કોમ્પ્લેક્સમાં આવેલ.

3 youths cheated of Rs 9.95 lakh on the pretext of Singapore work permit  visa | Gujarat News | Sandesh

સિદ્ધવ કન્સલ્ટન્સી ચલાવતા ધવલ સુરેશભાઈ પટેલ અને અક્ષિત પટેલને ન્યૂઝીલેન્ડના કાયદેસરના વર્ક પરમીટ વિઝા લાવવી આપવા માટે રૂ.30 લાખમાં કામ આપ્યું. બંને જણાએ ભરોસો કેળવી તેની પાસેથી રૂ.8 લાખના ચેક લીધા પરંતુ સામે ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટના વિઝાનું કામ કરી આપ્યું ન હતું.

A bootlegger was cutting liquor in Mehsana and the police raided it, the  main accused absconding was caught, 1.64 lakh worth of cash was seized. |  નશાનો વેપાર: મહેસાણામાં બુટલેગર દારૂ કટીંગ

પૈસા લીધા બાદ કામ નહીં કરનાર બંને જણા પાસે અખિલે અવારનવાર વિઝા અંગે વાતચીત કરતાં તેઓએ તેને માત્ર વાયદા બતાવ્યા. આખરે અખિલે રૂ.8 લાખ પરત માગતાં, વિઝાનું કામ નહીં કરી રૂપિયા પણ પરત ન આપતાં છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં અખિલે ફરિયાદ નોંધાવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0