-> રક્તદાન કેમ્પ માં કુલ 413 જેટલું રકતદાન એકત્રિત કરવામાં આવ્યું :
ગરવી તાકાત મહેસાણા : ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કડીમાં અલગ અલગ જગ્યાએ અનેક પ્રકારના સેવા કેમ્પો યોજાયા હતા જેમાં ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં નમો કે નામ રક્તદાન કેમ્પ યોજાયો હતો. કડી માં આવેલ આદર્શ શૈક્ષણિક સંસ્થા, આરોગ્ય કર્મચારીઓ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, કડી, નંદાસણ, બાવલુ પોલીસ ના કર્મચારીઓ, કડી બસ સ્ટેશન, કડી નગરપાલિકા જેવા અનેક લોકો ના કર્મચારીઓ અને કડી ના નાગરીકો મોટી સંખ્યામાં જોડાઈ ને આ નમો કે નામ રક્તદાન માં બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મ દિવસ નિમિત્તે કડી ખાતે આશરે 413 જેટલી બ્લડ ની બોટલ એકત્રિત કરવામાં આવી હતી.

કડી ના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કડી તાલુકા તથા શહેરના લોકો ભેગા મળીને આ યાદગાર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં અનેક સંસ્થાઓ તથા કર્મચારીઓએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરીને સહભાગી થયા હતા. આ બ્લડ નો ઉપયોગ દવાખાના તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે જ્યાં જ્યાં લોહીની જરૂરિયાત પડે ત્યાં સ્થળોએ મોકલી આપીને કોઈકને મદદરૂપ થવા માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્લડ ડોનેશન કેમ્પ ખાતે પૂર્વે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, મહેસાણા ડિસ્ટ્રીકટ બેંક ના ચેરમેન વિનોદભાઈ પટેલ,તાલુકા પ્રમુખ શૈલેષજી ઠાકોર, વિશાલ પ્રજાપતિ, ચેતન પટેલ, હિમાંશુભાઈ ખમાર, કડી નગરપાલિકા પ્રમુખ,ઉપ પ્રમુખ, મામલતદાર પ્રાંત અધિકારી આશિષભાઈ, તાલુકા પંચાયત ટી.ડી.ઓ મૌલિકભાઈ, ડી.વાય એસ.પી. ડૉ હાર્દિક પ્રજાપતિ, કડી પોલીસ સ્ટેશન પી.આઇ એ.એન.સોલંકી, બાવલું પી. આઇ એસ.આર. ચૌધરી જેવા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.


