ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુધન માટે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર, કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલની હાજરીમાં.
ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવી રાજ્ય સરકાર દ્વારા સૂકો ઘાસચારો પૂરો પાડવામાં આવી રહ્યો. ભારે વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવાથી પશુઓ માટે ઘાસચારાની સમસ્યા સર્જાઈ આ પરિસ્થિતિમાં સરકાર અને સેવાભાવી સંસ્થાઓ સંયુક્ત રીતે કામગીરી કરી રહી.
સુઈગામના જેલાણા ગામના સરપંચ કાનજીભાઈ રાજપૂતે જણાવ્યું કે ટ્રેક્ટર, ટ્રોલી અને ઉંટલારી દ્વારા કોઈપણ ભેદભાવ વિના પશુપાલકોને વિનામૂલ્યે ઘાસનું વિતરણ કરવામાં આવી રહ્યું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ખાતરી આપી કે પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને તંત્ર લોકોની સેવા માટે કટિબદ્ધ રહેશે.