ગરવી તાકાત સાબરકાંઠા : હિંમતનગરમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના એક્સ પોલીસ અને એસઆરપી એસોસિએશને આજે એક મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપરત કર્યું આવેદનપત્ર જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાંદુ અને જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલને આપવામાં આવ્યું. આવેદનપત્રમાં 3 સપ્ટેમ્બરની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસે.

એક આર્મી જવાનના વાહનમાં લગાવેલા કાળા કાચ અંગે કાર્યવાહી કરવા જતાં વિવાદ સર્જાયો આ ઘટના બાદ 8 સપ્ટેમ્બરે માજી સૈનિકોએ રેલી યોજી. એસોસિએશને આવેદનપત્રમાં જણાવ્યું રેલી દરમિયાન પોલીસ કર્મચારીઓનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું રેલીમાં અશોભનીય ભાષાનો ઉપયોગ થયો અને.

સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું એસોસિએશને નોંધ્યું કે રેલીમાં નિવૃત્ત સૈનિકો ઉપરાંત તોફાની તત્વો પણ જોડાયા. એસોસિએશને સ્પષ્ટ કર્યું કે તેઓ સશસ્ત્ર દળોનું સન્માન કરે જો કે, હકીકતની જાણકારી વિના પોલીસ વિરુદ્ધ નકારાત્મક વલણ અપનાવવું યોગ્ય નથી એસોસિએશને આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરી.


