ગરવી તાકાત મહેસાણા : જોટાણા તાલુકાના ચાલાસણ ગામના સતિષ પટેલ નામના ભુવાએ કડીમાં રહેતા સંબંધીની દીકરીને તેની ચુંગાલમાં ફસાવી મેલીવિદ્યાથી તારા પરિવારને જાનથી મારી નાખીશની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યું યુવતીએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં ભુવાનો ભાંડો ફૂટી ગયો અને 27 વર્ષની આ યુવતીએ કડી પોલીસ મથકે ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેને પગલે પોલીસે ભુવાને પકડી જેલભેગો કર્યો. ચાલાસણ ગામનો સતિષ વિષ્ણુભાઈ પટેલ નામનો જોગણી માતાનો ભુવો.
ઓનલાઈન જોગણી સરકારના નામે પંથકમાં પ્રચલિત આ ભુવો કડીમાં થોળ રોડ પર રહેતા દેત્રોજ પંથકના તેના સંબંધીના ઘરે આવતો જતો અને ત્યારે આ પરિવારની યુવતીને પોતાની જાળમાં ફસાવવા કારસો રચ્યો. યુવતી બીમાર પડતાં ભુવાએ દોરા ધાગા કરી યુવતીના પરિવારને તમારી દીકરીના લગ્નયોગ નથી અને તેના સારા લગ્ન માટે અલગ અલગ જગ્યાએ વિધિ કરવી પડશે તેમ કહી પરિવારને ગભરાવી મૂક્યો યુવતીને ઘરમાં એકલી રાખી બીજા સભ્યોને બહાર રહેવા કહીને.
તે ઘરમાં જઈ વિધિના નામે શારીરિક અડપલાં કરતો યુવતીના પાડે તો વિધિ નિષ્ફળ જશે અને માતાજી નારાજ થઈ જશે તો તું મરી જઈશ તેમ કહી ભયભીત કરતો. આ ભુવાએ અલગ અલગ જગ્યાએ માતાજીની વિધિના નામે કડીના નંદાસણ રોડ સ્થિત રંગોલી હોટલ તેમજ કરણનગર નજીક નર્મદા કેનાલની જગ્યામાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું યુવતીએ પરિવારને જાણ કરવાની વાત કરતાં ભુવાએ મેલીવિદ્યાથી તારા પરિવારને જાનથી મારી નાખીશની ધમકી આપતો…