વિસનગરમાં પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી થતાં પાઇપ વડે માર મારતા 4 શખ્સો સામે ફરિયાદ…

August 4, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગરના સવાલા ગામમાં રહેતા મહમદ અશરફ ખેરુલ્લાખાન ચૌહાણ પર પેસેન્જર ભરવાના મુદ્દે હુમલો થયો મહમદ અશરફ તેમની સીએનજી રિક્ષા લઈને વિસનગરના સવાલા દરવાજાથી પેસેન્જર ભરી મહેસાણા જઈ રહ્યા. કંસારાકુઈ ગામે હાઇવે રોડ પર બેચરપુરાના પાટીયા પાસે રાવળાપુરાના ઠાકોર છગનજી જુજારજીએ રિક્ષા ઉભી રખાવી છગનજીએ મહમદ અશરફને સવાલા દરવાજા પાસેથી.

પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા મહમદ અશરફે અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા છગનજીએ લોખંડની પાઇપ વડે તેમના પર હુમલો કર્યો ત્યારબાદ છગનજીના સમર્થનમાં દોડી આવેલા અન્ય ત્રણ શખ્સોએ પણ મહમદ અશરફને ગદડાપાટુનો માર માર્યો. આ દરમિયાન અન્ય રિક્ષાચાલકો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

મોઢેરાના તબીબ પર મહિલા સહિત 4 જણાંએ હુમલો કર્યો

અને મામલો શાંત પાડ્યો હતો. ઈજાગ્રસ્ત મહમદ અશરફને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે મહમદ અશરફે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઠાકોર છગનજી જુજારજી સહિત અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0