ગરવી તાકાત ઇડર
તસ્વીર અહેવાલ રાકેશ નાયક ઇડર
ઇડર તાલુકા ના બડોલી ગામ માં આવેલ ધી બડોલી વિભાગ નાગરિક સહકારી શરાફી મંડળી માં 29જુલાઈ ના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી હતી ત્યારે સભાના પ્રમુખ પદે કાનપુર ગામ ના ભીખાભાઈ વિરસંગભાઇ પટેલ ની કરવા માં આવી હતી તેમની મંજૂરી થી ચૂંટણી ની પ્રક્રિયા શરૂ કરવા માં આવી હતી જેમાં સર્વાનુમતે મંડળી ના ચેરમેન તરીકે પટેલ મગનભાઈ વેણાભાઈ ની દરખાસ્ત પટેલ દીનેશભાઈ શામળભાઇ ને કરી હતી અને ટેકો મહેન્દ્રભાઈ જીવાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી વાઇસ ચેરમેન તરીકે રાઠોડ જુજારસિંહ તખ્તસિંહ ની દરખાસ્ત કાંતિભાઈ સોજાભાઈ પટેલ અને ટેકો મગનભાઈ વેણાભાઈ પટેલ દ્વારા કરવા માં આવ્યો હતો તમામ કમિટી સભ્યો દ્વારા તેમને અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર મીટીંગ નું સંચાલન મેનેજર રાકેશભાઈ નાયક દ્વારા કરવા માં આવ્યું હતું કર્મચારી પરમાર નરેન્દ્રસિંહ અને તુષાર પટેલ ને પણ નવનીમણુક ચેરમેન વાઈસ ચેરમેન ને અભિનન્દન પાઠવ્યા હતા.


