ગરવી તાકાત સાબરકાંઠા : બાયડના અમીયાપુરના મહિલા સરપંચને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર મામલે સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરી દેતાં હલચલ મચી ગઈ અમીયાપુર પંચાયતના સરપંચ હસીનાબેન અલ્પેશભાઈ પટેલ અનેક બાબતોને લઈ ચર્ચામાં આવી ગયા ત્યારે મહિલા સરપંચ પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઇ જિલ્લા વિકાસ અધિકારી દીપેશભાઈ કેડીયા દ્વારા કરાયેલા 57 (1)મુજબના હુકમ મુજબ સાત જેટલા મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવ્યા.

જેમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં મકાન મિલકતોના નામ ટ્રાન્સફર સુધારા અંગેની કાર્યવાહીમાં સરકારી સહાયથી બનેલા આવાસ સંબંધિત અધિકારીની મંજૂરી મેળવ્યા સિવાય ફેરફાર ન કરી શકાય તેમ છતાં ફેરફાર કરી સ્ટેમ્પ ડ્યુટીનું નુકસાન કર્યું 15માં નાણાંપંચના નાણાંની ગ્રાન્ટ નહીં વાપરી ગ્રામજનોને વિકાસના કામોથી વંચિત રાખી અને કર્યો હતો જે કામની વહીવટી મંજૂરી આપેલ તે પણ પંચાયત દ્વારા પૂરું કરાયું ન હતુું અંદાજે 19 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ વપરાયા વિના પડી રહી.
જ્યારે બીજી તરફ ગ્રામ પંચાયતમાં મંજૂરી મહેકમ સિવાય પટાવાળા તરીકે વારસદારને લઇ ભરતી કરી જેમાં હોદ્દાનો દુરુપયોગ કર્યો ગામમાં રહેલા દબાણમાં પણ વારંવાર સૂચનાઓ આપવા છતાં પણ દબાણ દૂર કર્યા ન હતા. અમીયાપુર ગામના અરજદારોએ દબાણ અંગે અરજીઓ કરેલ જેમાં દબાણ ખૂલ્લું કરવાનું નક્કી થયું પરંતુ સરપંચ હાજર રહેતા ન હતા સ્વચ્છતા મિશનના સાધનો છેલ્લા ત્રણ વર્ષથી અમે ગ્રામ પંચાયતમાં હોવા છતાં તેનો ઉપયોગ પણ કર્યો ન આવા મુદ્દાઓને ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી દીપેશભાઈ કેડીયા દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57/1 હેઠળ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે દૂર કરવાનો હુકમ કર્યો.


