પાટણ બી ડિવિઝન પોલીસે દત ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાંથી જુગારધામ ઝડપી પડયો…

July 28, 2025

ગરવી તાકાત પાટણ : પાટણના રોકડિયા ગેટ મુજપુરા ખડકી વિસ્તારમાં આવેલી દત ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાંથી પોલીસે એક જુગારધામ પકડ્યું પાટણ બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને આઠ શખ્સોને રૂ. 2,24,250ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ડાહ્યા પરમારે પોતાની દત ઇન્ડસ્ટ્રીઝની ઓફિસના બંધ રૂમમાં અંગત ફાયદા માટે તીન પત્તીનો જુગાર રમાડવા માટે બહારથી માણસો બોલાવ્યા.

Police complaint that four policemen including PI took two brothers to the  police station and beat them up in Patan | પોલીસકર્મીઓ સામે ફરિયાદ: પાટણમાં  બે ભાઈઓને PI સહિત ચાર પોલીસકર્મીઓએ પોલીસ સ્ટેશન લઈ જઈ માર માર્યાની પોલીસ  ફરિયાદ - Patan News ...

આ દરોડા દરમિયાન પોલીસે કુલ આઠ શખ્સોને પકડ્યા ઝડપાયેલા આરોપીઓમાં ડાહ્યા પરમાર, જગદીશ પટેલ, નરેશ ઠક્કર, ભુપેન્દ્ર ઠક્કર, દિલીપકુમાર સતવાણી, ગૌરાંગ નંદકુમાર પરીખ, મુકેશ પટેલ અને હરેશકુમાર ઠક્કરનો સમાવેશ થાય. પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રૂ.1,39,250 રોકડા, 52 નંગ ગંજીપા, 8 મોબાઈલ ફોન (કિંમત રૂ. 85,000) અને.

282 નંગ ટોકન જપ્ત કર્યા આમ, કુલ રૂ. 2,24,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.આ મામલે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે જુગારધારા કલમ-4 અને 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી પોલીસે જણાવ્યું કે, આરોપીઓ પોતાના અંગત ફાયદા માટે હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા ત્યારે તેમને પકડવામાં આવ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0