પાલનપુર પશ્ચિમ પોલીસે 6 બાઈક ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી લીધા…

July 22, 2025

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર શહેર પશ્ચિમના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. બિહોલાના નેતૃત્વમાં વાહન ચોરીના ગુનાઓ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે અને નેત્રમ શાખા તથા નવા બસ સ્ટોપના તેમજ સ્થાનિક દુકાનદારોના સી.સી.ટી.વી. ફૂટેજ અને.

ટેકનિકલ મદદથી શંકાસ્પદ ઇસમોની ઓળખ કરી પુછપરછ કરવામાં આવી. પુછપરછમાં પાલનપુર શહેર પશ્ચિમ વિસ્તારમાંથી 3 બાઈક, અમીરગઢમાંથી 2 બાઈક અને શહેર પૂર્વમાંથી 1 બાઈક મળી 6 બાઈક મળી આવ્યા પોલીસે રૂપિયા 2 લાખનો મુદ્દામાલ કબજે કરી શ્રવણ કાન્તીભાઈ ખોખરીયા,

પાલનપુર પશ્ચિમ પોલીસે 6 બાઇકો સાથે 3 શખ્સોને ઝડપી લીધા…! – Rakhewal Daily

કિરણભાઈ ઉર્ફે મુન્નો મુંગળાભાઈ ખોખરીયા અને. દિપક મંછાભાઈ વાંછીયા (રહે,ગાગુ, તા. અમીરગઢ) ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ ત્રણે આરોપીઓ શહેરના ભીડભાડાવાળા વિસ્તારોમાંથી લોક તોડી બાઈક ચોરી કરતા ચોરાયેલ બાઈક પોતાના ઘેર કે ખેતરમાં છુપાવી રાખતા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0