ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન રાધનપુરમાં દોઢ ઇંચ, પાટણમાં એક ઇંચ, સિદ્ધપુરમાં 14 મિમી અને સરસ્વતીમાં 18 મિમી વરસાદ નોંધાયો પાટણ શહેરમાં સામાન્ય વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શહેરનું પ્રવેશદ્વાર રેલવે ગરનાળું પાણીથી ભરાઈ ગયું.

વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો શાળાના વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવું પડ્યું. નગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીમાં વરસાદી પાણીના નિકાલની લાઇન અને ચેમ્બરોની સફાઈ કરી નથી ચેમ્બરોમાં માટી અને કચરો ભરાયેલો બી.એમ. સ્કૂલથી આનંદ સરોવર માર્ગ અને.

પારેવા સર્કલથી ખારકશા પીર માર્ગ પર પણ પાણી ભરાયા રાધનપુરમાં પણ રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો રાધનપુર-મસાલી રોડ, હાઈવે ચાર રસ્તા અને મેઈન બજારમાં પાણી ભરાયા સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ખેડૂતોમાં આનંદની લાગણી કારણ કે આ વરસાદ ખેતી માટે લાભદાયક જોકે, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે.



